• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

માંડવી પુલ પર સર્જાતા અકસ્માત અટકાવવા યોગ્ય પગલાંની માંગ

કાઠડા (તા. માંડવી), તા. 15 : માંડવીમાં ટ્રાફિકની સમસ્યા અને પુલ નજીક અવારનવાર બનતા અકસ્માતોના બનાવોને પગલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ચક્કાજામ કરી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. પુલ પરથી પસાર થતાં વાહનોની અવરજવર દરમિયાન સર્જાતી જોખમી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાહનચાલકોની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવાની માંગ ઊઠી હતી. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા પુલ પરથી પસાર થતાં ઓવરલોડ વાહનો પર પ્રતિબંધ મૂકવા, વાહનોની ગતિમર્યાદા ઘટાડવા તેમજ રાજાશાહી વખતના જૂના પુલને નાના વાહનોની અવરજવર માટે ફરીથી ખુલ્લો મૂકવા સહિતની માગણીઓ કરાઇ હતી. પુલ નજીક અકસ્માતોની ઘટનાઓ અટકે અને વાહનવ્યવહાર વધુ સુરક્ષિત બને તે હેતુથી આ રજૂઆત કરાઇ હતી. ચક્કાજામ દરમિયાન દિનેશભાઈ અબચુંગ, રફીકભાઈ રાયમા, આસિફ સુમરા, જગદીશભાઈ થારૂ, અકબર મંધરા સહિત મહેશ્વરી સમાજના અગ્રણીઓ અને લોકો જોડાયા હતા. બેનરો સાથે વિવિધ સૂત્રોચ્ચાર કરી પુલ પર સલામત વાહનવ્યવસ્થા સુનિશ્ચિત કરવાની માગણી કરી હતી.  સત્વરે ઉકેલ માટે તંત્રને આવેદનપત્ર પણ આપ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd