ગાંધીધામ, તા. 15 સંભવત વિજ સંકટની સ્થિતિ વચ્ચે વીજ તંત્ર ના એમ.ડી દ્વારા કચ્છ સૌરાષ્ટ્રના 12 જિલ્લના ઉદ્યોગ સંગઠનો સાથે
બેઠક યોજીને બપોરે 4 થી રાત્રી
સુધી વિજળીની બચત કરવા અનુરોધ કરાયો હતો. બેઠકમાં
પીજીવીસીએલના મૅનેજિંગ ડાયરેક્ટર મહીપાલસિંહ
ચુડાસમાએ જણાવ્યું હતું કે તહેવારના પ્રસંગે ઘરેલુ વીજ વપરાશ વિના અવરોધ સાથે મળી રહે
તે માટે વિજ તંત્ર સંપૂર્ણ વ્યવસ્થા કરી રહ્યું છે. ઋતુ બદલાવના કારણે પવનની ગતિ ઓછી
હોવાથી વિન્ડ મિલો દ્વારા ઉત્પન્ન થતી પવનઊર્જાનું પ્રમાણ પણ ઓછું થઈ રહ્યું છે. ઉદ્યોગોને
તેમના દૈનિક વપરાશમાં આયોજનબદ્ધ રીતે શિફ્ટ પ્રમાણે રાજિંદુ ઉત્પાદન થતું રહે તે પ્રમાણે
વીજવપરાશ કરવા સ્વૈચ્છિક રીતે અપીલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ઉદ્યોગોને
જોઈતી વીજપુરવઠો મળી રહે તે માટે પીજીવીસીએલ દ્વારા પૂરતી વ્યવસ્થા કરાઈ જ છે, પરંતુ આ તહેવારના પર્વને ઉજવવા પૂરતો ઘરેલુ
સપ્લાય મળી રહે તે માટે ઉદ્યોગોને તેમની શિફ્ટ વહેલી સવારથી શરૂ કરી સાંજના ચાર વાગ્યા
સુધી થાય તે રીતે આયોજન કરવા અપીલ કરી હતી. વિડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ એસોસિએશનના
પ્રતિનિધિઓએ પ્રવર્તમાન પરિસ્થિતિ અનુરૂપ વિજતંત્ર
ની અપીલને અનુમોદન આપી રાષ્ટ્રીય ફરજના રૂપે વીજળીની બચત કરવાની અપીલના અનુસંધાને સહકારની ખાત્રી આપી હતી. બેઠકમાં ચેમ્બર પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું હતું કે ચેમ્બર તરફથી તમામ
ઉદ્યોગ એસોસિએશનોને ઉત્પાદનમાં ફેર શિફ્ટનું આયોજન કરી સાંજના ચારથી રાત્રીના અગિયાર
વાગ્યા સુધી વીજવપરાશની બચત કરે તે માટે અપીલ કરાઈ છે. કારોબારી સમિતિના સભ્ય લક્ષ્મણભાઈ
આહીર તથા પીજીવીસીએલના ગાંધીધામના કાર્યપાલક ઇજનેર એસ.કે. ખાંટ, નાયબ ઇજનેર સારથી કે.એ. ઓઝા, વી.એમ. હડિયા તથા એચ.પી.
ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા.