• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

દરશડીમાં સુપર સિક્સ ક્રિકેટ ટૂર્ના. યોજાઇ : ફ્રેન્ડસ ઇલેવન ટીમ વિજેતા

માંડવી, તા. 15 : વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા નરેશમુનિ `આનંદ' મ.સા.ના 69મા જન્મદિન પ્રસંગે તેમના શિષ્ય ઓજસમુનિ `મંગલ' મ.સા.ની પ્રેરણાથી તા. 4/10 રવિવારના માંડવી તાલુકાના દરશડી અને મમાયમોરા ગામના ક્રિકેટ રમતવીરો માટે દરશડી ગામે સુપરસિક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. નરેશમુનિ મ.સા. અને ઓજસમુનિ મ.સા.એ ટોસ ઉછાળીને આ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  સ્પર્ધામાં જય માતાજી ઇલેવન, ઉમા ઇલેવન, મહાદેવ ઇલેવન, લાયન ઇલેવન, યમુના ઇલેવન તથા ફ્રેન્ડસ ઇલેવન સહિત કુલ છ ટીમના 48 રમતવીરે ભાગ લીધો હતો. આ હરીફાઇમાં ફ્રેન્ડસ ઇલેવનની ટીમ વિજેતા બની હતી, જ્યારે જય માતાજી ઇલેવનની ટીમ રનર્સ-અપ રહી હતી.  મેન ઓફ ધ સિરીઝ ધર્મેન્દ્રસિંહ જાડેજા, બેસ્ટ બેટસમેન હરેશભાઇ મહેશ્વરી અને બેસ્ટ બોલર વીરભદ્રસિંહ સોઢા બન્યા હતા, તેવું વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડો. દિનેશ જોશી, ઉપપ્રમુખ જયેશ શાહ અને મંત્રી / ખજાનચી દિનેશ શાહે જણાવ્યું હતું. આ ક્રિકેટ સ્પર્ધા માતા સુંદરબેન રતનશી દેવશી ગાલા પરિવાર (હસ્તે પ્રફુલ્લાબેન રમણીકભાઇ ગાલા પરિવાર-નાના ભાડિયા)ના સૌજન્યથી યોજવામાં આવી હતી, જ્યારે રમતવીરોને દાતા રસીલાબેન શાંતિલાલ ચનાભાઇ ગાલા પરિવાર (ભોજાય) તરફથી ઇનામો આપીને પ્રોત્સાહિત કરાયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd