• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

ભુજ : ગોલ્ડ લોન ટ્રાન્સફર કરવાનાં બહાને 90 હજારની છેતરપિંડી

ભુજ, તા. 15 : ગોલ્ડ લોન ફાઈનાન્સ કરતી એક કંપનીમાંથી બીજા કંપનીમાં ટ્રાન્સફર કરવા દરમ્યાન ગ્રાહકે પોતાનાં ખાતા રૂા. 90,000 મેળવી બાદમાં લોન ન કરાવી અને નાણાં ય પરત ન આપતાં ગોલ્ડ લોન ફાઈનાન્સ કંપની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ દાખલ થઈ છે. આ અંગે હોસ્પિટલ રોડ સ્થિત કેપરી ગોલ્ડ ફાઈનાન્સ કંપનીની બ્રાન્ચમાં નોકરી કરતા ભરતભાઈ માતંગે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી ઈમરાન સમા (રહે. ભુજ)ની ગોલ્ડ લોન બજાજ ફાઈનાન્સમાં ચાલતી હતી. આ લોન ટ્રાન્સફરની વિગતમુજબ જે ગ્રાહકની અન્ય ફાઈનાન્સની લોન ચાલુ હોઈ એ લોન ત્યાં બંધ કરાવા અને તે નાણા તેના ખાતામાં નાખી અને ત્યાં લોન પુરી કરાવા ગોલ્ડ લઈ અમારી કંપનીમાં લાવી અમે લોન કરી આપી અમારી ભાષા તેને બી.ટી. (બેન્ક ટ્રાન્સફર) કહેવામાં આવે છે. આરોપી ઈમરાનની એક લોન આ રીતે ટ્રાન્સફર થયા બાદ તેને બીજી લોન ટ્રાન્સફર કરાવી હતી. આથી તા.10/10ના તેના ખાતામાં રૂા. 90 હજાર નાખ્યા હતા અને બજાજ ફાઈનાન્સમાં ગયા બાદ ત્યાંથી તે નીકળી ગયો હતો. ફોન કરતા તેણે હોસ્પિટલમાં રિપોર્ટ લેવાનું કહ્યું હતું અને સાંજે ફોન કરતા રાત સુધી નાણા પરત કરી દેવાનું કહ્યું હતું, પરંતુ આ બાદ તે ફોન જ ઉપાડતો ન હોવાથી તેણે રૂા. 90,000ની છેતરપિંડી કરી હોવાનું ગઈકાલે ફરિયાદ નોંધાવાઈ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd