રાયપુર, તા.15 : સ્મૃતિ મંધાના ટીમની કાયમી
સુકાની બન્યા બાદ ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત મેદાન પર ઉતરવા સજ્જ થઈ છે. ભારત અને
ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણીનો
પ્રારંભ 16 ઓક્ટોબરથી રાયપુરના શહીદ વીર
નારાયણાસિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે થશે. મહિલા ક્રિકેટના ઈતિહાસમાં ભારત અને ઝિમ્બાબ્વે
વચ્ચેનો આ સર્વપ્રથમ આમને-સામનેનો મુકાબલો હશે.
ભારતે ગયા મહિને દુબઈમાં એશિયા કપની ટ્રોફી જીતી હતી, ત્યારબાદ જાપાન ખાતે યોજાયેલી એશિયન ગેમ્સ 2026માં મહિલા ક્રિકેટ ઇવેન્ટનો
ગોલ્ડ મેડલ પોતાનાં નામે કર્યો હતો. આ બન્ને ખિતાબી મુકાબલાઓમાં ભારતે શ્રીલંકાને ધૂળ
ચટાડીને એશિયન ક્રિકેટ પર પોતાનો દબદબો સાબિત કર્યો હતો, હવે ઘરઆંગણે આ વિજયી લય જાળવી રાખવાનો મંધાના
બ્રિગેડનો મુખ્ય ઉદ્દેશ રહેશે. મેચ સાંજે 7 વાગ્યે રમાશે. ટી-20 શ્રેણી (સ્થળ: રાયપુર, સમય : સાંજે 7 વાગ્યે) - પ્રથમ ટી-20 : 16 ઓક્ટોબર, (શુક્રવાર) - બીજી ટી-20 : 18 ઓક્ટોબર, (રવિવાર) - ત્રીજી ટી-20 : 20 ઓક્ટોબર, (મંગળવાર) વન-ડે શ્રેણી (સ્થળ: વડોદરા, સમય: બપોરે 2 વાગ્યે) - પ્રથમ વન-ડે : 23 ઓક્ટોબર, (શુક્રવાર)
- બીજી વન-ડે : 25 ઓક્ટોબર, (રવિવાર)
- ત્રીજી વન-ડે : 28 ઓક્ટોબર (બુધવાર)