• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

ગાંધીધામના મકાનમાંથી 1.96 લાખનો દારૂ જપ્ત

ગાંધીધામ, તા. 26: શહેરના સપનાનગર વિસ્તારમાં એક મકાનમાંથી પોલીસે રૂા. 1,96,549નાં અંગ્રેજી શરાબ સાથે એક શખ્સને પકડી પાડયો હતો. શહેરના સપનાનગર એન.યુ. - 4, મકાન નંબર ઈ-53માં ભાડેથી રહેનાર જીતેન્દ્ર પરશોતમ ભાટીયાની પોલીસે ધરપકડ કરી હતી. આ શખ્સના કબજાના આ મકાનની તલાશી લેવા માટે આવી હતી જેમાં બ્લેન્ડર્સ પ્રાઈડ, રોયલ ચેલેન્જ, એન્ટીક્યૂટી, સિગ્નેચર, મેજીક મોમેન્ટ, સ્મર્નઓફની કુલ નાનીમોટી બોટલો 312 કિંમત રૂા. 1,96,549નો દારૂ જપ્ત કરાયો હતો. આ દારૂ તેણે રાજસ્થાનના યોગેશ નામના શખ્સ પાસેથી મંગાવ્યો હતો અને ગઈકાલે કારમાં શખ્સ તેને આ દારૂ આપી ગયાનું બહાર આવ્યું હતું. બનાવની અગાળની તપાસ પોલીસે હાથ ધરી છે.

Panchang

dd