• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

મસ્કા : મરવા મજબૂરના કેસમાં આરોપીઓ નિર્દોષ

ભુજ, તા. 26: માંડવી તાલુકાના મસ્કામાં વર્ષ 2023ના પુત્રવધૂને ત્રાસ આપી મારકૂટ કરી મરવા માટે મજબૂર કરવાના કેસમાં આરોપીઓને અદાલતને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસની ટૂંક વિગતો મુજબ મૃતક કિંજલબાના માતા જીજ્ઞાબા પ્રવીણસિંહ સોલંકીએ જે-તે સમયે માંડવી પોલીસ મથકે તેમની દીકરી કિંજલબાને આરોપીઓ કિંજલના પતિ વિજયસિંહ કરશનસિંહ સોઢા, સાસુ વસુબા તથા નણંદ અનસુયાબા વિરુદ્ધ દહેજની માંગણી કરી, તે પુરી ન થતાં કિંજલને અસહ્ય ત્રાસ આપી તેણીને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ પક્ષ કેસ સાબિત કરવામાં નિષ્ફળ જતાં અધિક સેન્શસ અદાલતે આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મુકવા હુકમ કર્યો છે. આરોપી વિજયસિંહ તરફે એડવોકેટ આર. એસ. ગઢવી, વીનીત જી. ચૌધરી, વિશ્વા પરમાર, શિવમ સોલંકી તથા આરોપી વસંતબા અને અનસુયાબા તરફે ધારાશાત્રી કે. એમ. પટેલ હાજર રહ્યા હતા.

હત્યાના પ્રયાસમાં દોષમુક્ત

આરોપી દિલીપસિંહ ઉર્ફે દિલુભા ભમરાજી સોઢાએ ફરિયાદીને તાંત્રિકવિધિ કર્યા ખોટા આક્ષેપ કરી ગોળો આપી લોખંડની કાતરનો એક ઘા ફરિયાદી ઉપર કરી જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ બાદ આ કેસ ભુજના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ સમક્ષ આવી જતા કોર્ટે આરોપીને દોષમુક્ત જાહેર કરી છોડી મુકવા હુકમ ફરમાવ્યો છે. આરોપી પક્ષે એડવોકેટ ભુરભા આર. જાડેજા, પી. બી. ઠાકોર, દિનેશ કે. ગાગલ, રચના વી. આહિર હાજર રહ્યા હતા.

ચકચારી બેન્ક લોન છેતરપિંડીના કેસમાં આરોપી નિર્દોષ

વર્ષ 2007મા સીન્ડીકેટ બેંકના મેનેજરે તેમની બેંકમા બોગસ અને બનાવટી દસ્તાવેજો રજૂ કરી ખોટા વ્યક્તિઓને હાજર રખાવી, ખોટા ચૂંટણી કાર્ડ અને પાન કાર્ડ રજૂ કરી ખેડૂત ધિરાણ મેળવી બેંક સાથે છેતરાપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાત કર્યા ફરિયાદ ગુરૂચરણસીંગ શીખ, લાલસિંગ શીખ ઉર્ફે લાલી અને વિજય મનસુખલાલ ગોર વિરુદ્ધ દાખલ થયેલી હતી. આ ચર્ચાસ્પદ કેસ અધિક ચીફ.જ્યુ.મેજી. સમક્ષ ચાલી જતાં જર્જ કે. સી. જોષી દ્વારા 10 સાક્ષીઓ અને 14 દસ્તાવેજી આધાર પુરાવાઓ તપાસવામાં આવ્યા અને ત્યારબાદ એડવોકેટ દેવાયત એન. બારોટે કરેલી વિગતવારની દલીલોના અંતે આરોપી વિજય મનસુખલાલ ગોરને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવ્યો હતો. એડવોકેટ બારોટની સાથે ખીમરાજ ગઢવી ઉમૈર સુમરા, રામ ગઢવી, રાજેશ ગઢવી, જય કટુઆ અંકિત ભાનુશાલી હાજર રહ્યા હતા.

જારજોક : હત્યાકેસમાં આરોપીના જામીન મંજૂર

ચારેક માસ પૂર્વેના જારજોકમાં મજૂરીની રકમ માંગતા મારમારી મણકા ભાંગી નાખતા સારવાર દરમ્યાન ફરિયાદીનું મોત થતાં હત્યાના આ કેસમાં આરોપીની ધરપકડ બાદ આરોપીએ જામીન ઉપર મુક્ત થવા અધિક સેસન્સ કોર્ટ સમક્ષ અરજી કરતા આરોપી કાનજી ઉર્ફે કેણુભા જીવણજી પઢીયારને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આરોપી વતી સીનીયર વકીલ એમ. એ. ખોજા, એસ. જી. માંજોઠી, કે. આઈ. સમા, વી. કે. સાંધ, ડી. સી. ઠક્કર, ગૌતમ મહેશ્વરી, અભિજિત બુદ્ધભટ્ટી, પરવેઝ એ. સમા હાજર રહ્યા હતા.

બોગસ સાટાકરાર દસ્તાવેજોમાં આરોપીઓના જામીન નામંજૂર

આદિપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બોગસ સાટા કરાર અને બનાવટી દસ્તાવેજોના ગંભીર ગુનામાં આરોપીઓની જામીન અરજીઓ કોર્ટે ફગાવી દીધી છે. ગાંધીધામની આઠમી એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ નવીનભાઈ રમણીકલાલ ઉર્ફે મંગલજી ઠક્કર (રહે. મુંબઈ)ની નિયમિત જામીન અરજી, જયચંદભાઈ રમણીકભાઈ રૂપારેલ (રહે. ગાંધીધામ)ની આગોતરા જામીન અરજી અને ઈશ્વરભાઈ ટેકચંદભાઈ દાદલાણી (રહે. ભુજ)ની નિયમિત જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે. ફરિયાદી પક્ષે સિનિયર વકીલ દિનેશભાઈ જોબનપુત્રા તથા એસ.ઓ. ચૌધરી દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.

Panchang

dd