ગાંધીધામ, તા. 26 : અંજાર તાલુકાના રતનાલમાં જી.ઇ.બી.
સ્ટેશનની બાજુમાં આવેલી એક વાડીમાંથી નિશાચરોએ રૂા. 1000ના વાયરની તફડંચી કરી હતી.
રતનાલ ગામમાં તળાવ શેરીમાં રહેનાર ફરિયાદી પ્રેમજી ધુલા હીરાભાઇ છાંગા ગામમાં જી.ઇ.બી.
સ્ટેશનની બાજુમાં વાડી ધરાવે છે. ગત તા. 24/8ના વાડીમાં કામ કરનાર અજિત પાણીની મોટર ચાલુ કરી ઓટો મોડમાં
રાખી આવ્યો હતો. બાદમાં તા. 25/8ના સવારે
મોટર ચાલુ કરવા જતાં મોટર ચાલુ થઇ નહોતી, જેથી તપાસ કરતાં વાયર ગુમ જણાયો હતો. નિશાચરોએ આ વાડીમાંથી 16 એમ.એમ.ના 60 ફૂટ એલ્યુમિનિયમના વાયરને કાપી
તેની ચોરી કરીને લઇ ગયા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી છે. અંજાર તાલુકાના ગ્રામ્ય
વિસ્તારોમાં આવેલી વાડીઓમાં વધતા ચોરીના બનાવોથી ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.