નખત્રાણા, તા. 26 : તાલુકાના ટોડિયા ગામમાં હિંસક
શ્વાનોના ટોળાએ ઘેટા-બકરાનું મારણ કરતા અરેરાટી ફેલાઈ હતી. પીંજારા મુબારક ઈસાના ઘેટા-બકરાંના
વાડામાં પુરેલા 50 ઘેટા-બકરાને
હિંસક શ્વાનોના ટોળાએ હુમલો કરી મારી નાખતા પશુપાલક મુશ્કેલીમાં મુકાયા છે. ટોડિયા
ગામના શૈયદ રજાકશાહએ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઘેટા-બકરાના માલિક મુબારક ઈસા ગામમાં દવા લેવા
ગયા હતા તે દરમ્યાન કુતરાનું ટોળું વાડામાં ઘુસી ગયું હતું. વાડામાં પુરેલા 50 જેટલા ઘેટા-બકરા ઉપર તુટીને
મારણ કર્યું હતું. પશુપાલક પીંજારા મુબારક ઈસા ગામમાંથી દવા લઈ પરત ફરતા વાડામાં પડેલા
મૃત ઘેટા-બકરાને જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. મુશ્કેલીમાં મુકાયેલ પશુપાલકને તંત્ર દ્વારા
સહાય મળે તેવી લોક લાગણી સૈયદ રઝાકે વ્યક્ત કરી હતી.