ભુજ, તા. 22 : અસામાજિક તત્ત્વો સામે પશ્ચિમ
કચ્છ પોલીસે સપાટો બોલાવી ભારાપરમાં ગૌચરની જમીન પર બુલડોઝર ફેરવી દબાણમુક્ત કરાવાઈ
હતી. માંડવી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ભારાપર ગામે ગૌચર જમીન પર અસામાજિક તત્ત્વ
રફીક ગની નોડે દ્વારા ગૌચરની જમીન પર ગેરકાયદે રીતે પાકું મકાન બનાવીને દબાણ કરવામાં
આવ્યું હતું. આ ગેરકાયદે બાંધકામ સામે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અધીક્ષક વિકાસ સુંડાના
માર્ગદર્શન હેઠળ કડક કાર્યવાહી હાથ ધરીને પાકું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે અને
ગૌચરની જમીનને દબાણમુક્ત કરવામાં આવી છે.