ગાંધીધામ, તા. 17 : ભચાઉમાં કાયદો વ્યવસ્થાની કથડેલી
સ્થિતિને બયાં કરતો બનાવ બન્યો હતો. સોશ્યલ મીડીયાની પોસ્ટ બાબતે બે જુથ વચ્ચે ખેલાયેલા
સશત્રી ધીંગાણું ખેલાયું હતું. બન્ને પક્ષે 11 જણાને હળવાથી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. આ મામલે બન્ને
જુથ વચ્ચે સામ સામી મહાવ્યથા સહીતની કલમો તળે ફરીયાદ નોંધાઈ છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ
આ બનાવ ગત રાત્રીના 11.30 વાગ્યાના
અરસામાં બન્યો હતો. ફરીયાદી સુરેશભાઈ હધુભાઈ કાંઠેચાએ આરોપીઓ નયન લાલજી બારોટ, અમિત વેલજી બારોટ, મુકેશ
ગાભા બારોટ, ભરત બબા બારોટ, નવીન મણીલાલ
બારોટ, સુરેશ મોહન બારોટ, વિજય બારોટ,
દલા બબા બારોટ, હિતેશ ભરત બારોટ, અરવિંદ મગન બારોટ, સુરેશ અરવિંદ બારોટ, નયના વાલજી બારોટ, મુન્ના બારોટ, અંજલી મુન્ના બારોટ, હિના વેલજી બારોટ, દેવું અરવિંદ બારોટ, ભાવેશ પચાણ બારોટ, બબા ગેલા બારોટ, ગાભા ભોજા બારોટ, અને અજય બારોટ સામે ફરીયાદ નોંધાવી
છે. ફરીયાદીના મોટાભાઈ ના દિકરાની ઈન્સ્ટાગ્રામ આઈડીમાં ધમકીની કોમેન્ટ કરાઈ હતી. નિવેદન
માટે મુસ્લીમ છોકરાને બોલાવાયો હતો જેમાં ચેતનાબેન બારોટના છોકરા હર્ષિતે આ પોસ્ટ નાંખવા
કહ્યું હતું. અને મુસ્લીમ છોકરાને પૈસા આપવાની પણ વાત કરી હતી. આ મામલે અજય બારોટને
પોલીસ મથકે બોલાવીને ઠપકો આપ્યો હતો. આદઅ મતકામમલે
સમાધાનની પણ ચર્ચા થઈ હતી. ગત રાત્રીના આરોપીઓ આર્મી સર્કલ પાસે તલવાર ધારીયા સહીતના
ઘાતક હથીયારો સાથે ઉભા હતો આરોપીઓએ હુમલો કર્યો હતો. ફરીયાદી ઉપરાંત નવીન મણીલાલ બારોટ,
રમેશ રવજી દાફડા, ભરત વીરજી દાફડા, રાજવીર સુરેશ કાંઠેચા, જય મુકેશ દાફડા, કીરણ વીરજી દાફડા, મનોજ નામેરી દાફડાને ગંભીર ઈજાઓ પહોંચી
હતી. તેમજ બે ગાડીઓમાં તોડફોડ પણ કરી હતી. સામે પક્ષે ફરીયાદી નવીન મણીલાલ બારોટે આરોપીઓ
હરેશ હધુભાઈ કાંઠેચા, સુરેશ હધુભાઈ કાંઠેચા, મુકેશ રવજી દાફડા, રાજેશ ઉર્ફે બીલુ હરજી દાફડા,
રમેશ રવજી દાફડા, ભરત વજુભાઈ દાફડા, મનોજ નામોરી દાફાડા, નરેશ વજુભાઈ દાફડા, લાલાભાઈ શિવાભાઈ દાફડા, જય મુકેશ દાફડા, નવીન રવજી દાફડા, હિમેશ દિનેશ કાંઠેચા સામે પણ મહાવ્યથા,
હત્યાનો પ્રયાસ સહીતની કલમો તળે ફરીયાદ નોંધાવી છે. આરોપીઓએ વાહન લઈ
જવા બાબતે થયેલા જુના ઝઘડાનું મનદુખ રાખી હુમલો કર્યો હોવાનું જણાવાયું છે. ફરીયાદી
તેમજ સાહે નયનાબેન, વિપુલ બારોટ, અમીત,
અજય બારોટ, હીનાબેન વાલજી બારોટને હળવાથી ગંભીર
પ્રકારની ઈજાઓ પહોંચી હતી. આરોપીઓએ ધારીયા,ધોકા જેવા હથીયારો
વડે માર માર્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.