• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

મોટરનાં કામ દરમ્યાન ચપરેડીના યુવાનને વીજ કરંટ લાગતાં મોત

ભુજ, તા. 17 : ગઈકાલે મોટરનાં કામ દરમ્યાન ચપરેડીના 29 વર્ષીય યુવાન પ્રકાશભાઈ આમદાભાઈ કોલીને વીજ કરંટ લાગતાં તેનું મૃત્યુ થતાં કરુણાંતિકા સર્જાઈ હતી. ચપરેડીનો પ્રકાશ કોલી ગઈકાલે સવારે નાડાપા ગામની વાડી પર મોટરનું કામ કરી રહ્યો હતો, ત્યારે તેને કરંટ લાગતાં તેના પિતા આમદાભાઈ તેને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ અવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાવાઈ હતી.

Panchang

dd