• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

ધ હંડ્રેડ લીગમાં માંચેસ્ટર સુપર જાયન્ટ્સ ટીમ ચેમ્પિયન

લંડન, તા. 17 : ધ હંડ્રેડ મેન્સ લીગની છઠ્ઠી સીઝનમાં માંચેસ્ટર યુનાઇટેડ ટીમ ચેમ્પિયન બની છે. રવિવારે લોર્ડસ મેદાન પર રમાયેલી ફાઇનલ મેચમાં ટ્રેંટ રોક્ટસ વિરુદ્ધ પાંચ વિકેટે જીત મેળવીને ધ હંડ્રેડનો ખિતાબ પહેલીવાર કબજે કર્યો હતો. સુપર જાયન્ટ્સ ટીમ તરફથી ઓપનર ટિમ સિફર્ટે 38 દડામાં 7 છગ્ગા-4 ચોગ્ગાથી 72 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તે પ્લેયર ઓફ ધ ફાઇનલ અને સિરીઝ બન્યો હતો. ફાઇનલમાં પહેલા બેટિંગ કરતા ટ્રેંટ રોક્ટસ ટીમે નિર્ધારિત 100 દડામાં 18 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં માંચેસ્ટર સુપર જાયન્ટ્સ ટીમે બે દડા બાકી રહેતાં વિજય લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. ટીમના કપ્તાન જોસ બટલરે સીઝનમાં કુલ 394 રન કર્યા હતા અને બીજા નંબર પર રહ્યો હતો. માંચેસ્ટર સુપર જાયન્ટ્સ ટીમ ધ હંડ્રેડ ટીમના માલિક સંજીવ ગોયનકાએ ટ્રોફી સાથે મેદાન પર જોવા ભાવુક બન્યા હતા. આઇપીએલમાં તેમની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ હજુ સુધી ફાઇનલ સુધી પહોંચી શકી નથી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd