• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

શ્રીલંકા સામેની મેચમાં રચ્યો ઈતિહાસ : ટેસ્ટ ક્રિકેટમાં જાડેજાની 350 વિકેટ

કોલકાતા, તા.17 : શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે સોમવારે ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ઇતિહાસ રચતાં ટેસ્ટ ક્રિકેટમાં 350 વિકેટ પૂર્ણ કરી હતી. આ સિદ્ધિ મેળવનાર આ ફોર્મેટના ઇતિહાસમાં તે ફક્ત ત્રીજો ડાબોડી સ્પિન બોલર બન્યો છે જ્યારે  ભારત માટે 350 ટેસ્ટ વિકેટ મેળવનાર કુલ પાંચમો બોલર બન્યો હતો. આ મેચ શરૂ થઈ ત્યારે જાડેજાના નામે 348 વિકેટ હતી અને આ સિદ્ધિ સુધી પહોંચવા માટે તેને ફક્ત બે વિકેટની જરૂર હતી. તેણે કેશરા નુવંથાની વિકેટ લઈને ઇતિહાસના પાને પોતાનું નામ નોંધાવ્યું હતું. જાડેજા પહેલા, ફક્ત શ્રીલંકાના રંગના હેરાથ અને ન્યુઝીલેન્ડના ડેનિયલ વેટોરીએ ડાબોડી સ્પિનર તરીકે 350 ટેસ્ટ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. વધુમાં, જાડેજા 4,000થી વધુ રન અને 350થી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ચોથો ક્રિકેટર બન્યો છે આ સિદ્ધિ મેળવનારા અન્ય ખેલાડીઓ કપિલ દેવ, ઇયાન બોથમ અને ડેનિયલ વેટોરી છે.

ભારત માટે 350 વિકેટ લેનારા બોલરો

અનિલ કુંબલે   - 619 

રવિચંદ્રન અશ્વિન          - 537 

કપિલ દેવ       - 434 

હરભજન સિંહ - 417 

રવીન્દ્ર જાડેજા - 351*

ટેસ્ટમાં 4000 રન અને 350 વિકેટ લેનારા ખેલાડી

* કપિલ દેવ (ભારત) - 5248 રન અને 434 વિકેટ 

* ઈયાન બોથમ (ઈંગ્લેન્ડ) - 5200 રન અને 383 વિકેટ 

* ડેનિયલ વેટોરી (ન્યુઝીલેન્ડ) - 4531 રન અને 362 વિકેટ 

* રવીન્દ્ર જાડેજા (ભારત) - 4108 રન અને 351 વિકેટ

સૌથી વધુ વિકેટ લેનારા ડાબોડી સ્પિન બોલર

રંગના હેરાથ (શ્રીલંકા) - 433 

ડેનિયલ વેટ્ટોરી (ન્યુઝીલેન્ડ) - 362 

રવીન્દ્ર જાડેજા (ભારત) - 351* 

ડેરેક અંડરવુડ (ઇંગ્લેન્ડ) - 297 

તૈજુલ ઇસ્લામ (બાંગ્લાદેશ) - 271 

Panchang

dd