• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

આયુષ, સિંધુની જીત, ભારતનો પ્રભાવી પ્રારંભ

નવી દિલ્હી, તા. 17 : ભારતના યુવા બેડમિન્ટન સ્ટાર આયુષ શેટ્ટીએ સોમવારે બીડબલ્યુએફ ચેમ્પિયનશિપના પહેલા રાઉન્ડમાં વિશ્વવિજેતા અને વિશ્વના પ્રથમ ક્રમના ચીનના ખેલાડી શી યુકીને હાર આપી હતી. બીજી તરફ, પૂર્વ ચેમ્પિયન પી. વી. સિંધુએ પણ આ સ્પર્ધામાં આયર્લેન્ડની સોફિયા નોબલ સામે 21-7, 21-11થી જીત મેળવી હતી. દુનિયામાં 22મું સ્થાન ધરાવતાં આયુષે ચીનના યુકી સામે મેન્સ સિંગલ્સના મુકાબલામાં 21-14, 13-21, 21-19થી જીત મેળવી હતી. એક કલાક 13 મિનિટ ચાલેલા મુકાબલાના નિર્ણાયક દોરમાં આયુષ ચીની ખેલાડીને ભૂલો કરાવવામાં સફળ રહ્યો હતો. બીજી તરફ, મહિલાઓના મુકાબલાની શરૂઆતથી જ સિંધુએ આયરીશ ખેલાડી પર વર્ચસ્વ જમાવ્યું હતું. નોબલ રમતમાં જામે તે પહેલાં જ ભારતની બેડમિન્ટન સ્ટારે 8-0થી સરસાઈ મેળવી લીધી હતી. બેય ખેલાડીના અનુભવમાં અંતર રમત દરમ્યાન સ્પષ્ટ કળી શકાયું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd