• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

અફઘાનિસ્તાનની એશિયન ગેમ્સની ટીમમાં રાશિદ અને ગુરબાજ સામેલ નહીં

નવી દિલ્હી, તા. 17 : એશિયન ગેમ્સ-2026 માટેની અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ આજે જાહેર થઇ હતી. નિયમિત કપ્તાન રાશિદ ખાન, રહમતુલ્લાહ ગુરબાજ અને અજમતુલ્લાહ ઓમરાઝાઇને ટીમમાં સામેલ કરાયા નથી. 1પ ખેલાડીની અફઘાનિસ્તાન ટી-20 ટીમનું સુકાન પહેલીવાર દરવિશ રસૂલીને સોંપવામાં આવ્યું છે. એશિયન ગેમ્સ જાપાન ખાતે 24 સપ્ટેમ્બરથી 3 ઓકટોબર દરમિયાન રમાશે. અફઘાન ટીમમાં કેટલાક નવા ખેલાડીઓ વિકેટકીપર મોહમ્મદ ઇશાક, હસન ઇસાખિલ, ખાલિદ તાનિવાલ અને ઇમરાન મીરને સામેલ કરાયા છે.

Panchang

dd