• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

રાપર ખેડૂત સાથે શેરબજારમાં રોકાણના બહાને 5.55 લાખની છેતરપીંડી

ગાંધીધામ,તા. 17 : રાપરના ખેડૂતો સાથે ભેજાબાજોએ શેરબજારમાં રોકાણના બહાને રૂા. 5.55 લાખની ઓનલાઈન છેતરપીંડી કરી હોવાનો મામલો સપાટી ઉપર આવ્યો હતો. રાપરના નીલકંઠ ફાર્મમાં રહે ખેતી કરતા પ્રવીણભાઈ માદેવાભાઈ બારસણીયાએ અજાણ્યા મોબાઈલ નંબર ધારક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયાના ભુમીતરામ ઈન્ડીયા માઈક્રોપ ફાઉન્ડેશન તથ એ.એલ.પી.એચ.એ.જે.બી. એ.જી એસ પ્રાઈવેટ લીમીટેડના ખાતા ધારક વિરુધ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.પોલીસસુત્રોએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે શેરબજારમાં ટેડીંગ શિખવવાની વાત કરી ઈઓ કોટપ્રો કોટક સિકયુરીટી નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી તથા વોટસએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા.અજાણ્યા મોબાઈલ નંબર ધારકોના માર્ગદર્શન બાદ ફરીયાદી જુદા-જુદા બે ખાતામાં કલ રૂા. 5,55,500 જમા કરાવ્યા હતા.ત્યારબાદ શેરની ખરીદી બાદ તેમને રૂા.700 નુ નુકશાન આવ્યુ હતું. ત્યારબાદ તહોમતદારોએ ફરીયાદી આઈ.પી.ઓ માં રોકાણ કરાવી અમારી સલાહ બાદ જ ફાળવેલા શેરનુ વેચાણ કરાવા જણાવ્યુ હતું. પરંતુ શેરની રકમ નીચે જતા ફરીયાદીએ નુકશાન થવાના ડર સાથે શેર વેચી દીધા હતા.જેમાં તેમને 1,56,933 નો નફો થયો હતો.ફરીયાદી પોતાના નફાની રકમ પોતાના ખાતામાં લેવાનો પ્રયાસ કરતા માત્ર રૂા.100 જ જમા થયા હતા.બાકીના નાંણા બેન્ક ખાતામાં જમા થયા ન હતા. અનેક પ્રયાસ બાદ પણ ફરીયાદીના ખાતામાં થયા ન હતા. આરોપીઓએ ફરીયાદીને વધુ 30 લાખનુ પેકેજ લઈને 19 ટકા નફો આપવાની પણ લાલચ આપી હતી. પરંતુ ફરીયાદીએ પૈસા પાછા માંગ્યા હતા. પરંતુ આરોપીઓએ પૈસા આપ્યા ન હતાં. આ અંગે ભોગબનનારે સાયબર ક્રાઈમ પોલીસમાં વિધીવત રીતે ફરીયાદ નોંધાવી હતી.

Panchang

dd