• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

અંજારમાં પશુઓને કતલખાને લઈ જતા ચાર શખ્સ ઝડપાયા

ગાંધીધામ, તા. 17 : અંજાર પોલીસે સતાપર પાસે પશુઓને કતલખાને લઈ જવાના ઈરાદે વાહનોમાં ગેરકાયદેસર રીતે વહન કરાવી અબોલ પશુઓ ઉપર ક્રૂરતા ગુજારવાના મામલે ચાર જણ સામે ગુનો નોંધાવ્યો હતો. અબોલ પશુઓને કતલખાને લઈ જવાના ઈરાદે વાહનોમાં લઈ જવાતા હોવાની બાતમીના આધારે ગૌરક્ષકોએ વોચ ગોઠવી ત્રણ બોલેરો ગાડીને રોકાવી હતી. આ વાહનોમાં જરૂરી પરવાના લીધા વિના અબોલ જીવ ભેંસો, ગાય અને પાડા, પાડી સહિત 18ને મુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી  અટલખાન ભૂરાખાન બલોચ, મુબારક કાદરખાન બલોચ, કરીમખાન આમદખાન બલોચ, ખાનમામદ કાદરખાન બલોચે પોતાનાં વાહનમાં પશુઓ માટે ઘાસચારા તથા પાણીની વ્યવસ્થા  કર્યા વિના અબોલ જીવ ઉપર ત્રાસ ગુજાર્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આરંભી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd