• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

રાપરમાં સગીરાની પજવણી મામલે શખ્સ સામે ફોજદારી

ગાંધીધામ, તા. 17 : રાપરમાં 16 વર્ષીય સગીરાની પજવણી મામલે શખ્સ વિરુદ્ધ ફોજદારી નોંધાઈ હતી. પોલીસસૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, નીલપર અને હાલમાં રાપર પાવરહાઉસ પાસે રહેતો આરોપી ભગવાનજી રતનજી મકવાણા પોતાની બોલેરો ગાડી સાથે 16 વર્ષીય કિશોરીનો પીછો કરીને ગંદા ઈશારા કરતો હતો તેમજ તહોમતદાર ફરિયાદીને સંબંધ બાંધવા માટેનું કહી ત્રાસ આપતો હતો. આ બનાવથી ડરેલી પીડિતાએ આખો દિવસ ઘરમાં રહી રડતા હોવાનું ફરિયાદમાં વર્ણવામાં આવ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd