• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

ટુંડામાં કંપનીનાં બિલ્ડિંગમાંથી દશ લાખની કોપર પ્લેટોની ચોરી

ભુજ, તા. 17 : મુંદરા તાલુકાના ટુંડામાં ટાટા પાવર કંપનીનાં કન્ટ્રોલ બિલ્ડિંગમાંથી 11 કિલોની એક એવી 180 બસબાર કોપર પ્લેટ જેની કિં. રૂા. દશ લાખની ચોરી થયાની ફરિયાદ નેંધાઇ છે. આ અંગે આજે મુંદરા પોલીસ મથકે ટાટા પાવર કંપનીના પ્રોજેક્ટના એચ.આર. મેનેજર સત્યરંજન રાઉતે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની કંપનીના એફ.જી.ડી. પ્રોજેકટ એટલે કે પ્રદૂષણ ઓછું કરવાનું કામ માટે મગાવેલો માલ કન્ટ્રોલ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યો હતો. આ બિલ્ડિંગમાં રખાયેલા માલમાંથી ગત તા. 24-11-25થી તા. 13-12-25 દરમ્યાન તેમાંથી 180 બસબાર કોપર પ્લેટ જેનું કુલે વજન 1980 કિ. ગ્રા. જેની કિં. રૂા. 10 લાખની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd