• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

લો બોલો... લખપત તાલુકાના સગીર વયના છોકરાને પરિણીતા નસાડી ગઈ

ભુજ, તા. 28 : લખપત તાલુકામાં એક નવતર પ્રકારના કિસ્સાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં આરોપી પરિણીત મહિલા સગીર વયના છોકરાને ભગાડી લઈ જતાં અપહરણની ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ ભુજપુરમાં પરપ્રાંતીય શ્રમજીવી પરિવારની સગીરાનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ થતાં તેની પણ ફરિયાદ દાલખ થઈ છે. આજે દયાપર પોલીસ મથકે, લખપત તાલુકાના નાનકડા એવા ગામમાં બનેલા બનાવ અંગે ફરિયાદ નોંધાવાઈ છે. 15 વર્ષના સગીર છોકરાના કાકાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 23/9ના બપોરના અરસામાં સગીર વયના તેના ભત્રીજાને ગામની પરિણીત મહિલા (નામજોગ) લલચાવી-ફોસલાવી તેઓના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગઈ છે. દયાપર પોલીસે પોક્સો સહિતની વિવિધ કલમો તળે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ મુંદરા પોલીસ મથકે, મૂળ મધ્યપ્રદેશ અને હાલે ભુજપુરમાં કડિયાકામ કરતા શ્રમજીવીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 26/9ના સવારથી બપોરે દરમ્યાન કોઈ અજાણ્યો ઈસમ તેની સગીર વયની દીકરીને લલચાવી-ફોસલાવી તેઓના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો છે. આમાં પણ મુંદરા પોલીસે પોક્સો સહિતની કલમો તળમે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Janmadin Vishesh Purti

Panchang