• રવિવાર, 26 ઑક્ટોબર, 2025

નાની ચીરઈમાં 7 શખ્સોનો દંપતી સહીત ત્રણ જણા ઉપર હુમલો : કણખોઈમાં ભેસ ખેતરમાં ઘુસી જવા મુદે યુવાનને ધાર્યું ફટકારાયું

ગાંધીધામ, તા. 25 : દિપોત્સવીના તહેવારના સપરમાં પૂર્વકચ્છના જુદા-જુદા વિસ્તારોમાં મારામારીના જુદા-જુદા ચાર બનાવો પોલીસ દફતરે નોંધાયા હતા. ભચાઉ તાલુકાના નાની ચિરઈમાં આવે ગોકુલગામમાં અગાઉના ઝઘડાના મન દુ:ખ મુદે સાત જણે પતિ-પત્ની સહિત ત્રણ જણ ઉપર હુમલો  કર્યો હતો. મારા મારીનો આ બનાવ ગત તા.20/10 ના  સાંજે ચાર વાગ્યાના અરસામાં બન્યો હતો. વાલીબેન વસ્તાભાઈ બઢીયાએ આરોપી  રમેશભાઈ કુંભાભાઈ બઢીયા, ગોપાલ મોહનભાઈ બઢીયા, કિષ્ના રમેશભાઈ બઢીયા,હરેશ સવાભાઈ બઢીયા,કાંતિ  સવાભાઈ  બઢીયા,ચંદ્રિકાબેન હરેશભાઈ  બઢીયા,જયોતિબેન  હરેશભાઈ બઢીયા વિરુધ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.પોલીસસુત્રોએ જણાવ્યુ હતુ  કે આરોપીએ ગેરકાયદેસર મંડળી રચી ગાડીમાં આવીને  જમીન બાબતના ઝઘડાનુ મન દુ:ખ રાખીને ધોકા અને લાકડી  વડે ફરીયાદી  તથા તેમના પતિ વસ્તાભાઈ તથા દેરાણી વેજીબેન ઉપર હુમલો કર્યો  હતો.  આરોપીએ જાન થી મારી નાખવાની ધમકી  આપી હતી. પોલીસે વધુ છાનબીન આરંભી છે. ભચાઉ તાલુકાના  કણખોઈમાં મારામારીનો વધુ એક બનાવ બન્યો હતો. ફરીયાદી  ગોવિંદભાઈ વેલાભાઈ શામળીયાએ  અરજણ કચરાભાઈ વરચંદ,મોહનભાઈ કચરાભાઈ વરચંદ,જગાભાઈ કચરાભાઈ વરચંદ, દિપકભાઈ મોહનભાઈ વરચંદ,નીતીનભાઈ જગાભાઈ વરચંદ સામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યુ હતુ કે ફરીયાદી ની ભેંસો આરોપીના ખેતરમાં ધુસી જતા આ બાબતનુ મન દુ:ખ રાખીને ગેરકાયદેસર મંડળી બનાવી આરોપીઓએ ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો હતો.જેમાં ફરીયાદીને ઈજાઓ પહોંચી હતી. ગાંધીધામમાં  ધકકો લાગવા  જેવી સામાન્ય બાબતે પાંચ જણે ત્રણ જણ ઉપર હુમલો કર્યો હતો.કાર્ગો પી.એસ.એલ. ઝુંપડા રોહિતની દુકાન પાસે ગત તા. 20/10 ના સાંજે 8.30 વાગ્યાના અરસામાં મારામારીનો બનાવ બન્યો હતો. આરોપી લાલા ભરવાડ,નિકુલ સુસરા,મુકેશ બારોટ,સોમા ઉર્ફે દિનેશ ભરવાડ,માતમ ભરવાડે લાકડી વડે ફરીયાદી પ્રભાત મોતીલાલ શાહ ઉપર હુમલો ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં વચ્ચે પડેલા  રતન અને ગૌતમને પણ ઈજાઓ પહોંચી હતી. - ફટકાડા ફોડવા બાબતે  હુમલો : ગાંધીધામના અંતરજાળના વિનાયક નગરમાં દિવાળીમાં ફડાકડા  વાહન પાસે ન ફોડવાનુ  કહેતા ઉશ્કેરાયેલા આરોપી  બાબુભાઈ મહેશ્વરીએ  ફરીયાદીના દાદી મુલબાઈ મહેશ્વરી અને  માતા ઉપર  ધોકા વડે હુમલો કર્યો હતો. આ બનાવ  બાદ  આરોપીને પકડવા જતા ઉશ્કેરાયેલા તહોમતદારે ફરીયાદી  દિપક ધનજીભાઈ સિંચ ઉપર છરી વડે હુમલો કર્યો હતો.  આ અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે.  

Panchang

dd