ભુજ, તા. 25 : તાલુકાનાં નારણપરમાં ગંજીપાના
વડે જુગાર રમતી છ મહિલા સહિત આઠ ખેલીને પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ગત તા. 23/10નાં સાંજે નારણપર મહાજન નગર, ઈશાક ઉમર જતનાં ઘરની પાછળ ખુલ્લા વરંડામાં ગંજીપાના
વડે જુગાર રમતા ઈશાક ઉપરાંત શરીફ અલાદાદ શેખ તથા જેનાબાઈ જુમાભાઈ જત, રુકિયાબાઈ હારૂન જત, માનબાઈ રાજા મહેશ્વરી, અમીનાબાઈ ઈશાક જત (રહે. ચારે નારણપર) તેમજ હમદા ઈસ્માઈલ રાઉમા (મૂળ ભારાપર,
તા. ભુજ) અને ગાંગબાઈ આતુ મહેશ્વરી (કેરા)ને રોકડા રૂા. 30,310, ચાર મોબાઈલ કિં. રૂા. 20,000 તથા એક ટુવ્હીલર કિં. રૂા.
15,000 એમ કુલ રૂા. 70,310ના મુદ્દામાલ સાથે માનકૂવા
પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.