• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

ભાડાના સર્વેયર ઉપર હુમલાના કેસમાં આરોપીને એક વર્ષની કેદ

ભુજ, તા. 4 : ગત 30મી જાન્યુઆરી-2020ના ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળની કચેરીમાં સર્વેયરની અરજીની પૂછપરછ કરી જેને લઈ એકદમ ઉશ્કેરાઈ ગાળાગાળી સાથે ધકબુશટનો માર મારી, ધોકાથી કોમ્પ્યુટરને નુકસાન પહોંચાડી, ફરજમાં રુકાવટ કરી મારી નાખવાની ધમકી આપવા અંગે આરોપી જિજ્ઞેશ ઉર્ફે લાલભાઈ મૂળજીભાઈ ઠક્કર (રહે. વાલરામનગર, નવી રાવલવાડી, ભુજ) વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં આઈ.પી.સી.ની કલમ 323 મુજબના ગુનામાં આરોપી તકસીરવાન ઠેરવી છ મહિનાની સાદી કેદ સજા તથા 1000નો દંડ તેમજ કલમ 332માં એક વર્ષની સાદી કેદ તથા 10,000નો દંડ અને કમલ 186ના ગુનામાં એક મહિનાની સાદી કેદ, જ્યારે અન્ય કલમોમાં નિર્દોષ આમ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા કુલ રૂા. 11,000નો દંડનો હુકમ ચીફ જ્યુ. મેજિ. એમ.એમ. કુરેશીએ ફરમાવ્યો છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ આર.આર. પ્રજાપતિએ હાજર રહી દલીલો કરી હતી અને પુરાવાઓ રજૂ કર્યા હતા.

Panchang

dd