નવી દિલ્હી, તા. 4 : આઇપીએલની
લોકપ્રિયતા દુનિયાભરમાં સતત વધી રહી છે. હવે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે આઇપીએલની
આગામી સીઝનની કેટલીક મેચ ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાઇ શકે છે. આ મામલે બીસીસીઆઇ અને
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) વચ્ચે વાતચીત ચાલી રહી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આઇપીએલની
મેચ મેલબોર્ન અને સિડનીમાં આયોજિત કરવા ઉત્સુક છે. જો કે બીસીસીઆઇ વ્યસ્ત શેડયૂલને
લીધે આ મામલે વિચાર કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાની લીગ બિગ બેશની નવી સીઝનની ઉદ્ઘાટન
મેચ આ વખતે ચેન્નાઇમાં રમાવાની છે. જેની સીએ દ્વારા સત્તાવાર જાહેરાત થઇ ચૂકી છે. આ
મેચ મેલબોર્ન રેનેગેડસ વિરુદ્ધ પર્થ સ્કોચર્સ હશે. બિગ બેશ લીગનો પહેલીવાર વિદેશમાં
મેચ રમાશે. હવે આઇપીએલના મેચ ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયામાં રમાવાની સંભાવના છે.