લંડન, તા. 4 : આ વર્ષે જૂનમાં ઇન્ટરનેશનલ
ક્રિકેટમાંથી અચાનક સંન્યાસ લેનાર ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓલરાઉન્ડર બેન
સ્ટોક્સે ભવિષ્યમાં ટીમના હેડ કોચ બનવાની ઈચ્છા જાહેર કરી છે. એક મુલાકાતમાં સ્ટોક્સે
જણાવ્યું કે ભવિષ્યમાં ઈંગ્લેન્ડ ટીમનો કોચ બનવાનું પસંદ કરીશ. આ મુલાકાતમાં સ્ટોક્સે
ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે હેરી બ્રુકની નાપસંદગી પર નારાજગી વ્યકત કરી હતી.
તેનું માનવું છે કે સ્ટાર બેટર જો રૂટ તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. ત્યારે
તેના પર ફરી કેપ્ટનશિપનું દબાણ ચિંતાજનક બની રહેશે. સ્ટોક્સે નિવૃત્તિ પાછી ખેંચવાનો
પણ સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. તેણે કહ્યું હાલ મેં કોચિંગ લેવલ 3 કોર્સ પૂરો કરી દીધો છે જ્યારે સંપૂર્ણપણે
રમવાનું છોડીશ ત્યારે મારી પાસે કોચિંગનો વિકલ્પ હશે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ઈંગ્લેન્ડ
ટેસ્ટના કોચ તરીકે બ્રેંડન મેક્કયુલમના સ્થાને સ્ટીફન ફલેમિંગની ગત સપ્તાહે નિયુકિત
થઇ છે.