• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

ગુંદાલા-પત્રી અને ગુંદાલા-રતાડિયા હાઈવે ક્રોસિંગ પર વધતા અકસ્માત

મુંદરા, તા. 4 : ગુંદાલા ગામને જોડતા ગુંદાલા-પત્રી તથા ગુંદાલા-રતાડિયા માર્ગના હાઇવે ક્રોસિંગ પર વધી રહેલા માર્ગ અકસ્માતોને લઈને ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે. છેલ્લા કેટલાક સમયથી આ બંને ક્રોસિંગ પર અનેક નાના-મોટા અકસ્માતોથી લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ માર્ગ પરથી રોજ વિદ્યાર્થીઓ, ખેડૂતો, મજૂરો, મહિલાઓ તેમજ ભારે વાહનોની ઘણી અવરજવર રહે છે. આ હાઇ-વે પર વાહનોની વધુ ઝડપ અને સુરક્ષિત ક્રોસિંગ સુવિધાના અભાવે અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. ગુંદાલા ગ્રામ પંચાયત તથા ગ્રામજનોએ સરકાર અને સંબંધિત તંત્રોને બંને હાઇવે ક્રોસિંગ પર અંડરપાસ બનાવવાની માંગ કરી છે કે, જેથી અકસ્માતોમાં ઘટાડો થાય તેમજ લોકોને સુરક્ષિત અવરજવર મળી રહે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો વધુ અકસ્માતો સર્જવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે.

Panchang

dd