• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

ગાગોદરમાં જુગાર રમતા પાંચ શખ્સની અટક

ગાંધીધામ, તા. 4 : રાપરના ગાગોદરમાં જાહેરમાં પત્તા ટીંચતા પાંચ શખ્સને પોલીસે પકડી પાડી રોકડ 14,090 જપ્ત કર્યા હતા. ગાગોદર ગામની વચલી શેરીમાં અમુક શખ્સો ગંજીપાના વડે જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં ત્રાટકી હતી અને પત્તા વડે નસીબ અજમાવતા રાજુ વાલા ભરવાડ, રાજ લાભશંકર નાણાવટી, ડાયા  નાજા ભરવાડ, વિપુલ માઘા સુથાર અને લાલજી દેવા ભરવાડ નામના શખ્સોને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસને મોબાઇલ કે વાહનો મળ્યાં નહોતાં, પણ રોકડ રૂા. 14,090 હસ્તગત કરાયા હતા.

Panchang

dd