પોર્ટ ઓફ સ્પેન, તા. 4 : બીજી અને
અંતિમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના 344 રનના જવાબમાં
પાકિસ્તાને અબ્દુલ્લાહ શફીકની અણનમ દોઢી સદીની મદદથી મક્કમ જવાબ આપ્યો છે. બીજા દિવસની
રમતના અંતે પાકિસ્તાનના પ્રથમ દાવમાં 66 ઓવરમાં 2 વિકેટે 266 રન થયા હતા. દરમિયાન ત્રીજા
દિવસે છેલ્લા અહેવાલ મુજબ, 386 રને 7 વિકેટે પાકિસ્તાન 42 રનની લીડ સાથે આગળ છે. અબ્દુલ્લાહ
શફીકે ચાર વર્ષ બાદ સદી કરી હતી. તે 18પ દડામાં 10 ચોક્કા અને
2 છક્કાથી 107 રને નોટઆઉટ રહ્યો હતો. પાક.
કપ્તાન બાબર આઝમ પણ ચાર વર્ષ બાદ સદી નજીક પહોંચ્યો છે. તે 126 દડામાં 10 ચોક્કા અને 1 છક્કાથી 86 રને અણનમ છે. આ બન્ને વચ્ચે
ત્રીજી વિકેટમાં 168 રનની અતૂટ
ભાગીદારી થઈ ચૂકી છે. યુવા ઓપનર અજાન અવૈસે પપ રન અને ઇમામ ઉલ હકે 14 રન કર્યા હતા. આ પહેલા વેસ્ટ
ઇન્ડિઝનો પહેલો દાવ 344 રને સમાપ્ત
થયો હતો. જસ્ટિન ગ્રીવ્સ 73 અને કેપ્ટન
રોસ્ટન ચેઝ 70 રને આઉટ થયા હતા. પાકિસ્તાન
તરફથી સાજિદ ખાને 4 વિકેટ લીધી
હતી.