• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

માધાપર જૂનાવાસના 11 લાખના રોડ પર ગટરનાં પાણી ભરાયાં

ભુજ, તા. 4 : તાલુકાના માધાપરમાં મુખ્ય માર્ગ પર છેલ્લા 11 દિવસથી ગટરનાં પાણી રેલાવાથી રસ્તો ક્ષતિગ્રસ્ત બન્યો હોવાથી દૈનિક ધોરણે પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ધારાસભ્ય  કેશુભાઈ પટેલની ગ્રાન્ટમાંથી 90 લાખના ખર્ચે કોંક્રિટ રોડ બનાવાયો છે, પણ તેમાં હલકી ગુણવત્તાની કામગીરી કરાઈ હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો. માધાપર જૂનાવાસ વિસ્તારમાં મુખ્ય અવરજવરના રસ્તા પર છેલ્લા 11 દિવસથી ગટરના ગંદા પાણી ભરાઈ રહેતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ધારાસભ્ય કેશુભાઈ પટેલની ગ્રાન્ટમાંથી રૂા. 90 લાખના ખર્ચે આ કોંક્રિટ (સીસી) રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જો કે, કામગીરી પૂર્ણ થયાના ટૂંક જ સમયમાં રસ્તા પર ગટરનાં પાણી ફરી વળતાં રોડના નિર્માણમાં અત્યંત હલકી ગુણવત્તાનું કામ થયું હોવાના આક્ષેપો ઊઠયા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ અંગે સંબંધિત કોન્ટ્રાક્ટર તેમજ માધાપર જૂનાવાસના સરપંચને વારંવાર જાણ કરવા છતાં હજુ સુધી કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી.  11-11 દિવસથી ભરાયેલાં ગટરનાં પાણીના કારણે દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. જનતાના ટેક્સના 90 લાખ રૂપિયાનો ધુમાડો કરનારા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ ગટરની સમસ્યાનું કાયમી નિવારણ લાવવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.

Panchang

dd