• મંગળવાર, 21 જુલાઈ, 2026

ભુજમાં પાન-મસાલાની દુકાનમાંથી ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી

ભુજ, તા. 19 : શહેરના વોકળા ફળિયામાં આવેલી હોલસેલ વેપારીની દુકાનનાં પતરાં ખોલી રૂા. 1.99 લાખના પાન-મસાલા, બીડીની ચોરી કરનારા આરોપી રામજી વિશ્રામ વાઘેલા (ભુજ)ને એલસીબીએ ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. કૌશલ ટ્રેડર્સ નામની દુકાનમાંથી ગત તા. 25/5થી 16/6 દરમ્યાન પતરાં ખોલી દુકાનમાંથી પાન-મસાલા અને બીડીના કટ્ટાની ચોરી થઇ હતી. આ ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. એલસીબએ આ ચોરીના આરોપી રામજી વાઘેલા (રહે. ભાવસાર એપાર્ટમેન્ટ, ભુજ, મૂળ રહે. સરવા મંડપ પાસે, ભુજ)ને ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. આ કામગીરીમાં એએસઆઇ સુનીલભાઇ પરમાર, હે.કો. રણજિતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા જોડાયા હતા. 

Panchang

dd