ભુજ, તા. 11 : આજે સવારે ભુજ તાલુકાના
કંઢેરાઇની વાડીમાં 24 વર્ષીય યુવાન મહેશભાઇ
રાજુભાઇ મારવાડી ખારેક ઉતારતો હતો,
ત્યારે તેને વીજકરંટ લાગતાં તેનો જીવનદીપ બુઝાયો હતો. બીજી તરફ અંજારના
જરૂ ફાટક પાસેથી અંજારનો 30 વર્ષીય યુવાન કિશન
ભચુ કોલી મૃત હાલતમાં મળ્યો હતો. કંઠેરાઇમાં રહેતા મહેશભાઇ મારવાડી આજે સવારે 10:30 વાગ્યાના અરસામાં કંઠેરાઇની વાડીમાં ખારેક ઉતારતો હતો
ત્યારે જોરદાર વીજળીનો કરંટ લાગતાં તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં
ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના
તબીબે મૃત ઘોષિત કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં લખાવાઇ છે. બનાવ અંગે પદ્ધર
પોલીસને જાણ કરાઇ છે. બીજી તરફ અંજારના વિજયનગરમાં રહેતો કિશન કોલી ગત તા. 5-7ના રાત્રે જરૂ રેલવે ફાટક પાસે મૃત હાલતમાં મળ્યો હતો.
આ અંગે મૃતકના પિતા ભચુભાઇએ ગઇકાલે અંજાર પોલીસ મથકમાં વિગતો જાહેર કરતાં પોલીસે અકસ્માત
મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.