• મંગળવાર, 23 જૂન, 2026

ગાંધીધામમાંથી યુવતીનું અપહરણ કરી ચાલુ કારમાં અડપલાં

ગાંધીધામ, તા. 22 : શહેરની એક હોસ્પિટલમાં જઈ તથા બાદમાં યુવતીના મિત્રોને માર મારી યુવતીનું અપહરણ કરી લગ્ન કરવા માટે દબાણ કરી છેડતી કરાતા ચાર લોકો સામે ગુનો દર્જ થયો હતો. શહેરની એક ખાનગી હોસ્પિટલમાં કામ કરનાર યુવતી પોતાના કામે હતી ત્યારે આરોપી રાકેશ ગોપાલ વાણીયા (રહે. ભુજ) તેની માતા વાસુબેન તથા મિત્ર રૂષભ પરમાર ત્યાં આવ્ય ાહતા અને અમારા ફોન ઉપાડતી નથી તેવું કહેતા પોતે હોસ્પિટલમાં હોવાનું કહી પછી વાત કરીશ તેમ કહી પોતાના પિતાને આ અંગે જાણ કરી હતી. આ શખ્સો ત્યાંજ બેસી રહેતા હોસ્પિટલની બહાર જઈને વાત કરવાનું કહેવાયું હતું. દરમ્યાન બપોરે યુવતી પોતાનું વાહન લઈ જવા નિકળતા તેને આ શખ્સોએ રોકી લીધી હતી જ્યાં યુવતીના મિત્રો આવી જતાં બન્નેને માર મરાયો હતો. દરમ્યાન યુવતીને બળજબરીપૂર્વક કારમાં બેસાડી તેનું અપહરણ કરાયું હતું. રસ્તામાં રાકેશ વાણીયાએ યુવતી સાથે અડપલા કર્યા હતા. તેને આંબાપર બાજુ લઈ જવાતાં ત્યાં દિપક વાણીયા બીજી ગાડી લઈને આવ્યો હતો જેમાં બેસાડી યુવતીને લઈ જવાઈ હતી અને મારી સાથે લગ્ન ન કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. ડરના કારણે યુવતીએ હા પાડયા બાદ તેને રસ્તામાં ઉતારી આ શખ્સો નાસી છુટયા હતા. આ ચકચારી બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Panchang

dd