ગાંધીધામ, તા. 22 : અંજારના વરસામેડીમાં
અગાઉની ફરિયાદો તથા સોસાયટીમાં કેમેરાનું મેન્ટેનેન્સ, એકસેસ મુદે્ મનદુ:ખ રાખી બંદૂક વડે મારી નાખવાની કોશિષ,
મારા મારી કરાતા આઠ લોકો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. વરસામેડીમાં
બાગેશ્રી-1 ઓમનગરમાં રહેનાર સલમાબેન
નૂરમામદ સિંધીએ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બાજુમાં રહેતા તેમના બેનનો
દીકરો સલમાન સોસાયટીમાં મેન્ટેનેન્સનું કામ સંભાળતો હોઇ વાલ્વ ખોલવા જતા ત્યાં સોસાયટીમાં
રહેનાર કાન વેલા બઢીયા આવી સોસાયટીમાં લગાવેલ સી.સી. ટી.વી. કેમેરા મુદે્ બોલાચાલી
કરી હતી ફરિયાદી અને તેમના બહેન ત્યાં જતાં આરોપી ધારીયું લઇને આવ્યો હતો. બાદમાં પિસ્તોલ
કાઢી ફરિયાદીની બહેન સામે તાકી ફાયરીંગની કોશિશ કરી હતી પણ ફાયરીંગ ન થતાં તેણે મહિલાને
માર માર્યો હતો. થોડીવાર પછી કાનો,
વિજયસિંહ, લાલો, સોનુ ફરિયાદીના
ઘર પાસે આવી ગાળા ગાળી કરવા લાગ્યા હતા. બાદમાં અનુડો ક્કલ, વિજય
સંઘાર ત્યાં આવી હંસાબેન મતીયા સાથે ઝઘડો કરવા લાગ્યા હતા ફરીથી કાનો, વિજય, લાલો, સોનું ત્યાં આવ્યા
હતા જ્યાં અનુડાએ લાલા પાસેથી છરી લઇ ફરિયાદીને હાથમાં મારી હતી ફરિયાદીના બેન રોશનબેન,
પતિ નૂરમામદ તથા દીકરી સાદીસ્તા ઉપર લાકડી વડે હુમલો કરાયો હતો. તથા
હિતેશ બઢીયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘવાયેલાઓને સારવાર અર્થે લઇ જવાયા હતા.
બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.