• શનિવાર, 16 મે, 2026

અંજારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ખેલીની અટક

ગાંધીધામ, તા. 15 : અંજાર નગરપાલિકા કચેરી સામે કોળીવાસમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સને પોલીસે દબોચી લઇ રોકડ રૂા. 10,100 જપ્ત કર્યા હતા. અંજાર પાલિકા કચેરી સામે આવેલા કોળીવાસમાં આજે બપોરે પોલીસે છાપો માર્યો હતો. અહીં ખુલ્લામાં ગંજીપાના વડે જુગાર રમતા અનવર ઇબ્રાહીમ કુરેશી, કરીમમામદ ફકીરમામદ ખલીફા, અનવર ફકીરમામદ શેખ અને નીતિન પચાણ મહેશ્વરી તથા શંકર ડાયા લુહાર નામના શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 10,100 તથા ત્રણ મોબાઇલ એમ કુલ રૂા. 40,100નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. 

Panchang

dd