• બુધવાર, 01 એપ્રિલ, 2026

કંડલામાં વાહન હડફેટે યુવાનનું મોત

ગાંધીધામ/ભુજ, તા. 31 : કંડલામાં અજાણ્યા વાહનની હડફેટે રાહદારી યુવાન વીરેન્દ્રસિંહ નાયકનું ગંભીર ઈજાનાં પગલે ઘટનાસ્થળે જ તત્કાળ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે વરસામેડીમાં 22 વર્ષીય યુવાન ઈરફાન મુમતાજ શેખે તેમજ નખત્રાણાના મોરગરમાં પણ 22 વર્ષના યુવાન નીતિનસિંહ આમરજી રાઠોડે તથા મુંદરાના ભોપાવાંઢ બાજુ બાવળની ઝાડીમાં મૂળ છત્તીસગઢ હાલે કાંડાગરા  રહેતો 30 વર્ષીય યુવાન કમલેશ સુધીર વિશ્વાસ ગળેફાંસો ખાઈ જીવ દીધા હતા. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી  વિગતો મુજબ ગત રાત્રિના અરસામાં  કંડલામાં કાર્ગો જેટી પાસે  હતભાગી  યુવાન વીરેન્દ્રસિંહ અને અન્ય શ્રમિકો જમીને પરત કામ  માટે પગપાળા જતા હતા ત્યારે અજાણ્યા વાહનના ચાલકે હતભાગી યુવાનને  હડફેટે લીધો હતો.   હાથ-પગ અને માથાંના ભાગે  ગંભીર  ઈજાઓથી યુવાનું તત્કાળ મોત નીપજ્યું હતુ.  પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વરસામેડીના અંબાજી  -8માં  ગત તા. 29ના રાત્રિના અરસામાં હતભાગી યુવાન ઈરફાને  અગમ્ય કારણોસર  દુપટ્ટા વડે  ગળાફાંસો ખાઈ  ફાની દુનિયાને અલવિદા કહી  હતી. પોલીસે  વધુ તપાસ હાથ ધરી છે. બીજીતરફ નખત્રાણાના મોરગરમાં નીતિનસિંહ નામના યુવકે ગત તા. 29/3ના સાંજેથી બીજા દિવસની સવાર સુધી કોઈ અગમ્ય કારણોસર ગામમાં આવેલા તળાવ (ડેમ) પાસે મીઠી જારના ઝાડ પર નાયલોનના રસ્સા વડે ગળેફાંસો ખાઈ જીવ દીધાની વિગતો નખત્રાણા પોલીસ મથકે જાહેર કરાતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ગત તા. 29/3ના સવારે 9.30 વાગ્યાના અરસામાં મુંદરાના ભોપાવાંઢથી ટાટા કંપની તરફ જતા રસ્તા પર ડાબી તરફ આવેલા બાવળોની ઝાડીમાં એક અજાણ્યો ઈસમ પીળા કલરના લાંબા પટ્ટા વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃત મળ્યો હતો. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી ઓળખ જાણવા છાનબીન આદરતાં તેના પરિજનો મળી જતાં તે મૂળ છત્તીસગઢનો કમલેશ વિશ્વાસ હોવાનું સામે આવ્યું છે. 

Panchang

dd