ગાંધીધામ, તા. 31 : જીએસટીટીએ અને કેડીટીટીએના
યજમાન પદે ગાંધીધામ ખાતે 13 વર્ષ બાદ
રમાયેલી નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં
રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. અંડર-15 -13 ગર્લ્સ સિંગલ્સની ફાઈનલ મેચ રસ્સાકસી ભરી રહી હતી. આ મેચ સાથે
નેશનલ ટૂર્નામેન્ટ પૂર્ણ થઈ હતી. સમાપન સમારોહમાં હરિયાણાના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોમન
વેલ્થ ટેબલ ટેનિસ ફેડરેશનના પ્રમુખ દુષ્યંત
ચૌટાલાએ ગાંધીધામમાં ઓછા સમયગાળામાં સારી રીતે
નેશનલ ટૂર્નામેન્ટ રમાઈ તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને બાળકો માટે સારી વ્યસ્થા કરાઈ હોવાનું કહી કચ્છ અને ગુજરાતતના સંગઠનને બિરદાવ્યું હતું.
આ વળેળાએ જીએસટીટીએના પ્રમુખ પ્રમોદ ચૌધરી, તુલસી સુજાન, જીએસટીટીએના કાર્યકારી પ્રમુખ કુશલ સંગતાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. અંડર-15 યૂથ ગર્લ્સ સિંગલ્સ ફાઈનલમાં
પશ્ચિમ બંગાળની અંકોલિકા ચક્રવર્તીએ પોતાની રાજ્યની જ ખેલાડી અહોના રાય સામે 3-2થી રોમાંચક જીત મેળવી ખિતાબ
જીતી લીધો. જોડીએ ગર્લ્સ ડબલ્સમાં પણ ગોલ્ડ
મેડલ જીત્યો હતો. અંડર-13 યૂથ ગર્લ્સ
સિંગલ્સ ફાઈનલમાં હરિયાણાની આવની દુઆએ મહારાષ્ટ્રની આદ્ય બાહેતીને 3-2થી પરાજીત કરી ખિતાબ મેળવ્યો.અંડર
-15 ગર્લ્સ ડબલ્સમાં પશ્ચિમ બંગાળની
અંકોલિકા ચક્રવર્તી અને અહોના રાયની જોડીએ રાજસ્થાનની રાધિકા સોની અને સમૃદ્ધિ વ્યાસ
સામે સીધી ગેમોમાં 3-0થી જીત મેળવી.અંડર-15 સેમિફાઈનલ્સમાં અહોનાએ મહારાષ્ટ્રની
ટોપ સીડ નૈષા રેવાસ્કરને 3-2થી હરાવી
હતી. બીજી સેમિફાઈનલમાં અંકોલિકાએ કર્ણાટકની તનિષ્કા કલભૈરવ સામે 3-0થી જીત મેળવી. અંડર-13 સેમિફાઈનલ્સમાં હરિયાણાની આવનીએ
દિલ્હીની શનાયા ત્યાગીને 3-1થી હરાવી.
બીજી તરફ, આદ્યાએ કર્ણાટકની સક્ષ્યા સંતોષ સામે બે ગેમ
પાછળ હોવા છતાં 3-2થી શાનદાર
વાપસી નોંધાવી. નિર્ણાયક ગેમમાં 7-10થી પાછળ હોવા
છતાં હર્ષિતા અને શ્રીશાએ શાનદાર વાપસી કરીને 18-16થી જીત મેળવી અને ઓછામાં ઓછું સિલ્વર મેડલ નિશ્ચિત કર્યું.