• બુધવાર, 01 એપ્રિલ, 2026

યુદ્ધના માહોલમાં ભારતની રણનીતિ અણિશુદ્ધ : મોદી

અમદાવાદ, તા. 31 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત'ના સંકલ્પને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે આજે સરહદી વિસ્તાર વાવ-થરાદ ખાતેથી સમગ્ર ગુજરાતને રૂ. 19,800 કરોડના વિકાસકાર્યોની ભેટ ધરી હતી. આ પ્રસંગે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે આજે તેમનું વિમાન સીધું ડીસા એરબેઝ પર ઊતર્યું હતું. આ એરબેઝ આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 130 કિમી દૂર છે, જે દેશની સુરક્ષા માટે અત્યંત વ્યૂહાત્મક (જાrિંફાયિંલશભ) મહત્ત્વ ધરાવે છે. આ એરબેઝથી વિકાસને નવી દિશા મળશે. કોંગ્રેસ પર આડકતરા પ્રહાર કરતા  તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ દાયકાઓથી ફાઇલોમાં દબાયેલો હતો કારણ કે તત્કાલીન દિલ્હી સરકારને ગુજરાત પ્રત્યે અણગમો હતો જે આ સરકારે આ ફાઇલો બહાર કાઢી કામ પૂર્ણ કર્યું, જેનાથી આ વિસ્તારમાં રોજગારી અને વિકાસમાં વધારો થયો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા નવા પ્રોજેક્ટ્સથી માત્ર બનાસકાંઠા જ નહીં, પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી મજબૂત બનશે અને આર્થિક ગતિવિધિઓને વેગ મળશે તેમ વડાપ્રધાને કહેતા ઉમેર્યું હતું કે ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં વિશ્વનું કેન્દ્ર બની રહ્યું છે. ખાવડા સોલર પાર્ક દ્વારા 4 ગીગાવોટ વીજળી પેદા થશે, જે ખેતી અને ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ બનશે. પાકા ઘરનું સપનું સાકાર થઇ રહ્યું છે. આજે ગુજરાતમાં હજારો પરિવારોને વડાપ્રધાન આવાસ યોજના હેઠળ પાકા ઘર મળ્યા છે.  વડાપ્રધાને જણાવ્યું હતું કે, 2005માં ગુજરાતના ખૂણે-ખૂણે વિકાસ પહોંચાડવા માટે  `શહેરી વિકાસ વર્ષ'ની શરૂઆત કરાઇ હતી. તે સમયે તેનું બજેટ આશરે રૂ. 650 કરોડ હતું પરંતુ વિકાસનું ચક્ર એટલી ઝડપથી આગળ વધ્યું કે આજે આ બજેટ રૂ. 33000 કરોડથી વધુ થઈ ગયું છે. મિડલ ઇસ્ટમાં ચાલતા યુદ્ધનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક સમયમાં તમે જોયું હશે કે વિશ્વના અનેક દેશો યુદ્ધ, અસંતોષ અને અસ્થિરતાથી પીડાઈ રહ્યા છે. પશ્ચિમ એશિયામાં સર્જાયેલી પરિસ્થિતિનો પ્રભાવ સમગ્ર વિશ્વ પર પડ્યો છે. ઊર્જાની જરૂરિયાતો જેમ કે ડીઝલ, પેટ્રોલ અને ગેસની અછત સમગ્ર દુનિયામાં વધી ગઈ છે. આવા સંકટમાં પણ ભારતે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી છે. આ પાછળ દેશની સફળ વિદેશ નીતિ અને દેશવાસીઓની એકતાનો મોટો ફાળો છે. એટલું જ નહીં વૈશ્વિક કટોકટીમાં  વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિને કારણે ઇંધણના ભાવો અને મોંઘવારીને નિયંત્રણમાં રાખી છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે રાજકીય પાર્ટીઓ વૈશ્વિક સંકટના સમયમાં પણ પોતાનો રાજકીય લાભ મેળવવાના પ્રયત્નમાં વ્યસ્ત છે. દેશને એકતા અને સહકારની જરૂર છે, ત્યારે વિપક્ષના નેતાઓ દેશને વિભાજિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે દેશને વિશ્વાસ અને સહકારની જરૂર છે, ત્યારે ભય અને અફવાઓ ફેલાવવા પ્રયાસશીલ છે. જ્યારે દેશને સંયમ અને ધૈર્યની જરૂર છે, ત્યારે લોકોમાં ઉશ્કેરાટ ફેલાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે સરકારના વડા તરીકે સૌથી વધુ સમય જનસેવાનો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપનારા વિશ્વનેતા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ પર આજે સમગ્ર દેશ ગૌરવ અનુભવી રહ્યો છે. વૈશ્વિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આજે જ્યારે વિશ્વના દેશો યુદ્ધ અને ઉર્જા સંકટથી ચિંતિત છે, ત્યારે ભારત વડાપ્રધાનની લીડરશિપમાં અડગ છે. રાજ્યના વિકાસની મજબૂત આર્થિક સ્થિતિ અંગે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, એક સમયે આખા રાજ્યનું બજેટ 38 હજાર કરોડ હતું, તેની સામે આજે માત્ર એક જ દિવસમાં 19 હજાર કરોડના વિકાસકામો જનતાને સમર્પિત કરવામાં આવ્યા છે. આ વડાપ્રધાનના શ્રેષ્ઠ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટનું પરિણામ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વડાપ્રધાને હંમેશા વિકાસની સાથે વિરાસતને જાળવવાનું કામ કર્યું છે. પાટણમાં રાણીની વાવ અને વડનગરમાં થ્રી-ડી માપિંગ શો જેવા પ્રકલ્પો આધુનિક ટેકનોલોજી દ્વારા આપણી પ્રાચીન વિરાસતને જીવંત રાખવાના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. - વડાપ્રધાને કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત : -વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાવ-થરાદ ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ રૂ. 19806.09  કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું - હરિત ઊર્જાનો વ્યાપ અને ઊર્જા સુરક્ષા મજબૂત બનાવાના હેતુથી કચ્છ જિલ્લાના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી (છઊ) પાર્ક નિર્માણાધીન છે. જે ખાવડાના છઊ પાર્ક માટે ઊર્જા મંત્રાલય હેઠળના 3 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ (કુલ રૂ. 3645કરોડના ખર્ચે)  વડાપ્રધાન દ્વારા કરાયું હતું. - ભારત સરકારના માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલય હેઠળ ઇડર-બડોલી બાયપાસ ફોર લેન રોડ (રૂ. 705 કરોડના ખર્ચે) અને ધોળાવીરા-મૌવાણા-વોવા-સાંતલપુર સેક્શનનું (રૂ. 575 કરોડના ખર્ચે) ખાતમુહૂર્ત કરાયું હતું. - ભારત સરકારના રેલવે મંત્રાલયના રૂ. 891 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાયુ હતુ, જેમાં હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઇન, ગાંધીધામ-આદિપુર વચ્ચે ક્વોડ્રપાલિંગ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. 

Panchang

dd