ભુજ, તા. 31 : પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણકની
ઉજવણી ભક્તિભાવભર્યા માહોલમાં કરાઈ હતી. શોભાયાત્રા કીર્તિચંદ્રસૂરિશ્વરજી મ.સા. કીર્તિદર્શનસૂરિશ્વરજી
તેમજ સાધુ-સાધ્વી ભગવંતોની વિશાળ હાજરીમાં ભુજના રાજમાર્ગે પર ફરી હતી. શોભાયાત્રામાં
પ્રભુજીનો રથ જૈન યુવાનો દ્વારા ખુલ્લા પગે ખેંચવામાં આવ્યો હતો. આ રથમાં પ્રભુજીને
ખોળામાં લઈ લાભ દીવાળીબેન મણિલાલ વરચંદ મહેતા પરિવારે લીધો હતો. રથના સારથિ બનવાનો
લાભ મુમુક્ષુ આદીકુમાર હીતકુમારે ભગવાનને બંને બાજુ ચામરનો લાભ વોરા ચમનલાલ જેચંદભાઈ
પરિવાર અને દોશી બાદરલાલ વાલજી પરિવારે લીધો હતો. પ્રભુજીનો આ રથ 2625 વર્ષ પહેલાની યાદ અપાવતો હતો.
તેમાં ધર્મધજામાં બેસવાનો લાભ દિનેશભાઈ માવજીભાઈ મહેતા પરિવારે લીધો હતો. ભુજનું ગૌરવ
કહી શકાય એવા 7 મુમુક્ષુ કે જેમની દીક્ષા થવા જઈ રહી છે.
એ લોકોની બે ગાડી કે જેમાં મુમુક્ષુ વિમલભાઈ, આર્યનભાઈ, બંસરીબેન તેમજ વૃષિકાબેન તથા આદીકુમાર,
હીતકુમાર અને દિવ્યકુમાર શોભાયાત્રા સાથે જોડાયા હતા. સાતે મુમુક્ષુ
દ્વારા એક ફલોટ પરથી શાસન પ્રભાવના માટે વરસીદાન કર્યું હતું. વરઘોડામાં સાઈકલસવાર
બાળકો જોડાયા હતા. ભગવાનના જન્મ સમયે થતી સ્નાત્ર મહોત્સવની પ્રતીતિ કરાવતો વિશાળ સ્નાત્ર
ફલોર સંભવનાથ સ્નાત્ર મંડળ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. હિંમતનગરના પ્રખ્યાત બેન્ડ
દીનકર બેન્ડે વરઘોડામાં સંગીતની રમઝટ બોલાવી હતી. પ્રભુજીના રથને સલામી આપવા જૈન યુવાનો
દ્વારા સંચાલિત મહાવીર જૈન બેન્ડે દર વર્ષની જેમ શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. તપગચ્છ
સંઘના કીર્તિભાઈ, અચલગચ્છ સંઘના મહેન્દ્રભાઈ શાહ, ખરતરગચ્છ સંઘના રજનીભાઈ પટવા, આરાધના ભવન સંઘના કમલભાઈ
મહેતા, કવિઓ સંઘના જીગરભાઈ છેડા, છ કોટિ
જૈન સંઘના ધીરજભાઈ દોશી, તેરાપંથ સંઘના વાડીલાલ મહેતા,
આઠ કોટિ મોટીપક્ષના અભયભાઈ શાહ
તેમજ નાની પક્ષના પ્રમુખ જીતુભાઈ ઝવેરી અને કે.ડી.ઓ. પ્રમુખ પ્રબોધભાઈ મુનવર હાજર રહ્યા
હતા. ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી
હિતેશ ખંડોર, જિલ્લા ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, જિલ્લા યુવા મોરચા મહામંત્રી ભાર્ગવ સાતુંદા તેમજ ભુજ શહેર મહામંત્રી જીગર
શાહ, ભૂતપૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત
રહ્યા હતા. સાત સંઘના પ્રમુખ સ્મિતભાઈ ઝવેરી, વાગડ બે ચોવીસીના
કિશોરભાઈ મોરબિયા, વાગડ સાત ચોવીસીના નરેન્દ્ર ચંદુરા,
માકપટ સમાજના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી, દશા શ્રીમાળી
સમાજના પ્રમુખ, નીલેશભાઈ મહેતા જોડાયા હતા. કાર્યક્રમની પૂર્વસંધ્યાએ
મનન સંઘવી અને નીરવ શાહના સથવારે સંધ્યાભક્તિનું વીબીસી વાડી આરટીઓ ખાતે કરવામાં આવ્યું
હતું. જેના મુખ્ય દાતા હંસાબેન તારાચંદ છેડા
પરિવાર રહ્યો હતો. આયોજન સફળ બનાવવા માટે જૈન યુવક મંડળના અમિત શાહ, આશિષ બાબરિયા, રાજન મહેતા, હાર્દિક
મહેતા, ઈશાન મોતા, કેયૂર શાહ વગેરેએ જહેમત
ઉઠાવી હતી. વરઘોડાની જવાબદારી મલય ઝવેરી અને અંકિત પટવાએ વગેરેએ સંભાળી હતી. સમગ્ર
માર્ગદર્શનમાં નીરવ શાહ તેમજ વીરલ શેઠ રહ્યા હતા. - જીવદયા-માનવસેવાના કાર્યે : જૈન સેવા સંસ્થા, નવચેતન ભગવાન મહાવકીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના
ઉપક્રમે મહાવીર સ્વામી ભગવાનના 2624માં જન્મ કલ્યાણકની વિવિધ દાતાઓઋના સહયોથી જીવદયા માનસેવાના
કાર્યે સાથે ઉજવણી કરવામાં આવી હતી. દાતા છ કોટિ શ્યામ મહિલા મંડળ ભુજ અને માતા જડાવબેન
મોતીલાલભાઈ નાથાભાઈ વસા પરિવાર ભુજના સહયોગથી વિવિધ કાર્યે કરાયા હતા. કાર્યક્રમને
સફળ બનાવવા વેલજીભાઈ ગણેશભાઈ મહેતાના નેતૃત્વમાં પ્રો. ચેરમેન હિરેન દોશી, પ્રદીપભાઈ દોશી, શાંતિલાલ
રાજગોર, ભાવનાબેન જોશી, રસીલાબેન દોશી,
વિજય મહેતા, કે.બી. પરમાર, ઓજસ શેઠ વિગેરેએ જહેમત ઉઠાવી હતી. - માધાપરમાં ઉજવણી : પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણીના પ્રસંગે વિવિધ જીવદયાની
પ્રવૃત્તિની સાથે સાથે ભગવાન મહાવીરના ગુણગાન સાથે એક કર્ણપ્રિય અને સંગીતમય ટ્રેન્ડનું
સ્તવન સમસ્ત જૈન સમાજના પ્રમુખ હિતેશભાઈ ખંડોલ
મહામંત્રી સંજયભાઈ મહેતા, શ્વેતાંબર
મૂર્તિપૂજક જૈન સંઘના પ્રમુખ અશ્વિનભાઈ લોદરિયા, વર્ધમાન સ્થાનકવાસી
જૈન સંઘના પ્રમુખ વસંતભાઈ ભાભેરા, તેરાપંથ સભાના પ્રમુખ સુરેશભાઈ
મહેતાના હસ્તે સમર્પિત કરાયું હતું.