• બુધવાર, 01 એપ્રિલ, 2026

દિલ્હીના બોલર્સ અને લખનઉના બેટર્સ વચ્ચે રોમાંચક ટક્કરની સંભાવના

લખનઉ, તા. 31 : આઇપીએલાં બુધવારે રમાનારી મેચમાં લખનઉ સુપર જાયન્ટસ અને દિલ્હી કેપિટલ્સ આમને-સામને હશે. આ મેચમાં ફરી એકવાર જૂની ટીમ સામે સ્ટાર ખેલાડી રમતા જોવા મળશે. રિષભ પંત લખનઉ ટીમનો કપ્તાન છે. જે આ મેચમાં તેની જૂની ટીમ દિલ્હીનો સામનો કરશે. બીજી તરફ કેએલ રાહુલ અગાઉ લખનઉનો કપ્તાન હતો. તે હવે દિલ્હી તરફથી રમતો જોવા મળશે અને લખનઉને હાર આપવા કોશિશ કરશે. આ મેચમાં એલએસજીના પાવર હિટર્સ પર અંકુશ મુકવાનો ડીસીના બોલર્સ સામે પડકાર રહેશે. દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન અક્ષર પટેલ છે. જે ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ કરી ચૂક્યો છે. તેના ઓલરાઉન્ડ દેખાવથી દિલ્હીની ટીમ મજબૂત બની છે. જયારે ટી-20 વિશ્વ કપમાં બેંચ પર બેસી રહેનાર કુલદીપ યાદવ હવે તરોતજા બનીને આઇપીએલમાં તેની ચમક છોડવા તૈયાર છે. લખનઉ માટે ફરી એકવાર મિચેલ માર્શ અને એડન માર્કરમની જોડી મહત્ત્વની રહેશે.  

Panchang

dd