• બુધવાર, 01 એપ્રિલ, 2026

ભુજમાં તીનપત્તીનો જુગાર રમતા છ ખેલી ઝડપાયા

ભુજ, તા. 31 : શહેરની જૂની રાવલવાડીમાં તીનપત્તીનો જુગાર રમતા છ ખેલીને એલસીબીએ ઝડપી પાડયા હતા. આજે એલસીબીએ બાતમીનાં પગલે જૂની રાવલવાડીમાં હનુમાનજી મંદિરની બાજુમાં ધનજી દેવજી જેપારનાં મકાનના આંગણામાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા ધનજી ઉપરાંત હરિભાઈ ખીમજીભાઈ હારૂ (મહેશ્વરી), વાલજીભાઈ પચાણભાઈ નિંઝાર, જુસબ રહેમતુલ્લા ત્રાયા, રાજા તેજા રોલા અને મૂળજી ધનજી મતિયા (રહે. તમામ ભુજ)ને રોકડા રૂા. 17,300 તથા પાંચ મોબાઈલ કિં. રૂા. 11,500 એમ કુલ્લે રૂા. 28,800ના મુદ્દામાલ સાથે ઝડપી એ-ડિવિઝન પોલીસ મથકે જુગાર ધારાતળે ગુનો દાખલ કરાવી કાર્યવાહી કરી હતી. 

Panchang

dd