લાહોર, તા. 31 : પાકિસ્તાન ક્રિકેટ લીગ (પીએસએલ)માં
દડા સાથે છેડછાડ મામલે ઇન્ટરનેશનલ ખેલાડી ફખર જમાન પર બે મેચનો પ્રતિબંધ મુકાયો છે.
તેણે 29 માર્ચે કરાચી કિંગ્સ સામેની
મેચ દરમિયાન બોલ ટેમ્પરિંગ કર્યું હતું. ફખર જમાન લાહોર કલંદર્સનો ખેલાડી છે. બોલ ટેમ્પરિંગનો
વીડિયો સામે આવ્યા બાદ ફખર જમાન પર બે મેચનો પ્રતિબંધ મુકાયો છે. મેચ રેફરી રોશન મહાનામા
સમક્ષ તેની સુનાવણી થઈ હતી.