કચ્છ ભાજપ માટે આંચકારૂપ ઘટનામાં અને અખિલ કચ્છ મહેશ્વરી સમાજના
પ્રમુખ અને અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ પ્રમુખ કિશોરભાઇ પીંગોલ કોંગ્રેસ
પક્ષમાં તેમના સાથી કાર્યકરો સાથે જોડાયા હતા.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસ પક્ષનો ખેસ
ધારણ કર્યો હતો. જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ વી.કે. હુંબલ સહિત નેતાઓ હાજર રહ્યા
હતા. શ્રી પિંગોલ લગભગ બે વર્ષના સમયગાળા બાદ કોંગ્રેસમાં પરત ફર્યા છે. આ અગાઉ તેમણે કચ્છ ભાજપ પ્રમુખને લખેલા રાજીનામામાં
જણાવ્યું હતું કે, અંગત કારણોસર ભાજપના તમામ પદ તેમજ સક્રિય સભ્ય પદેથી રાજીનામું
આપી રહ્યા છે.