ભુજ, તા. 20 : અડધી રાત્રે માનકૂવા પોલીસે
દહીંસરા અને નારાણપરમાં કારમાંથી 5.63 લાખના શરાબ સાથે દહીંસરાથી
બે સગાભાઈ આરોપીનાં નામ મળ્યા હતાં, પરંતુ બન્ને દરોડામાં આરોપીઓ છૂ થઈ ગયા હતા. આ અંગે માનકૂવા પોલીસે જાહેર કરેલી
વિગતો મુજબ ઈન્ચાર્જ પી.આઈ. પી.પી. ગોહિલની રાહબરી હેઠળ મથકના સર્વેલન્સ સ્કવોડના હે.કો.
કિરણકુમાર પુરોહિતને ખાનગી બાતમી મળતાં દહીંસરામાં દરોડો પાડતાં કારમાંથી 4.58 લાખનો શરાબ મળ્યો, પણ આ કામના આરોપી એવા બે ભાઈ હાજર મળ્યા ન હતા.
જ્યારે બાતમીના આધારે માનકૂવા પોલીસે કારનો પીછો કરતાં નારાણપર પાસે ચાલુ કાર મૂકી
આરોપી નાસી છૂટયો હતો. આ કારમાંથી 1.04 લાખના શરાબ સાથે કાર જપ્ત
કરાઈ હતી. ગઈકાલે રાત્રે માનકૂવા પોલીસે બાતમીના આધારે દહીંસરાના મહેશ્વરીવાસમાં
દરોડો પાડી પ્રવીણ વેરશી સીજુ તથા તેના ભાઈ કલ્પેશ વેરશી સીજુનાં મકાનની બહાર લોખંડના
દરવાજા પાસે પોલીસે પ્રવીણ અને કલ્પેશનાં નામની બૂમ પાડી છતાં કોઈ આવ્યા નહીં. બાદમાં
મકાનના આંગણામાં ફોરવ્હીલ ગાડી પડી હતી, જેને લોક કરેલો ન હતો અને ચાવી ગાડીમાં હતી. સુઝુકીની એસ.એક્સ ફોર ગાડી નં.
જી.જે.- 05 -સીકે -6200વાળીની ડીકી ખોલીને જોતાં તેમાંથી
અલગ-અલગ બ્રાન્ડની શરાબની 162 બોટલ તથા
120 ટીન બિયરના એમ કુલ્લે રૂા.
4,58,371ના શરાબનો જથ્થો તથા રૂા. 2.50 લાખની કાર એમ કુલ્લે રૂા. 7,08,371નો મુદ્દામાલ જપ્ત કરી હાજર
ન મળેલા બન્ને આરોપી પ્રવીણ અને કલ્પેશ ઉપરાંત તેને શરાબ આપનાર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ
કરી કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત માનકૂવા પોલીસને બાતમી મળી હતી કે, એક સફેદ ગાડીમાં શરાબ છે અને તે ભુજ તરફ આવી
રહી છે. આથી માવજી તળાવ પાસે પોલીસે બાતમીવાળી ગાડીને રોકવા પોલીસ વાન રોડ વચ્ચે ઊભી
રાખતાં ગાડી ચાલકે બાવળોની ઝાડીમાં નાસી ગયો હતો અને તેની ઓળખ થઈ ન હતી. હ્યુન્ડાઈની
એકસેન્ટ ગાડી નં. જી.જે.-01-ઈ.ટી.- 0431વાળીમાંથી અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી શરાબની 89 બોટલ અને 120 બિયરના ટીમ એમ કુલ્લે રૂા.
1,04,806નો શરાબ તથા ત્રણ લાખની કાર
એમ કુલ્લે રૂા. 4,04,806નો
મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કારના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.