• બુધવાર, 30 એપ્રિલ, 2025

પૂર્વ કચ્છના બુટલેગરની પાસા તળે ધરપકડ કરતી પોલીસ

ગાંધીધામ, તા. 17 : અસામાજિક પ્રવૃત્તિ કરતા અને ગુનાહિત માનસ ધરાવતા શખ્સો વિરુદ્ધ કડક પગલાંના આદેશ બાદ પૂર્વ કચ્છ એલ.સી.બી.એ બુટલેગરની પાસા તળે ધરપકડ કરી તેને સુરતની જેલમાં ધકેલી દીધો હતો. સરકારી જમીનો પર દબાણ, બિનઅધિકૃત રીતે વીજજોડાણ, ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર, દારૂની પ્રવૃત્તિ વગેરે જેવી અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્ત્વો વિરુદ્ધ કડક પગલાંના આદેશ બાદ પૂર્વ કચ્છ એલ.સી.બી.એ કમર કસી હતી. અંજાર તાલુકાના વરસામેડી બાગેશ્રી સોસાયટી-1માં રહેનાર કાનજી ઉર્ફે કાના વેલા બઢિયા નામના શખ્સ વિરુદ્ધ મોટા પ્રમાણમાં અંગ્રેજી દારૂ મગાવી સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે. આ શખ્સ વિરુદ્ધ અંજારમાં પાંચ, ભચાઉમાં પાંચ તથા ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે દારૂના ગુના નોંધાયેલા છે. તેના વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા સમાહર્તાને મોકલવામાં આવી હતી. ત્યાંથી પોલીસને લીલીઝંડી મળતાં પોલીસે આ શખ્સને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી અને આ બુટલેગરને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd