• બુધવાર, 16 જુલાઈ, 2025

ગગનમાં ત્રિરંગાનું ગૌરવ વધારીને શુભાંશુ પરત

કેલિફોર્નિયા, તા. 1પ : ભારતીય અંતરિક્ષયાત્રી-મિશન પાઈલટ શુભાંશુ શુકલા અવકાશમાં ગૌરવભેર ત્રિરંગો લહેરાવીને 18 દિવસ બાદ મંગળવારે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનેથી સકુશળ પૃથ્વી પર પરત ફર્યા હતા. સ્પેસક્રાફટથી રર.પ કલાકની સફર બાદ કેલિફોર્નિયાના સૈન ડિએગોમાં સમુદ્રમાં બપોરે 3 વાગ્યે ડ્રેગન કેપ્સ્યુલે સુરક્ષિત ઊતરાણ કર્યું હતું. જેમાંથી સૌ પહેલાં સ્મિત કરી રહેલા શુકલા, ત્યારબાદ કમાન્ડર પૈગી વ્હિટસન, મિશન નિષ્ણાત પોલેન્ડના સ્લાવોઝ ઉઝન્નાન્સ્કી-વિસ્નીવ્સ્કી તથા હંગેરીના ટિબોર કાપૂ સાથે સ્પેસ યાન ભારતીય સમયાનુસાર સોમવારે સાંજે 4:4પ કલાકે આઈએસએસથી અનડોક થયું હતુ. શુભાંશુની આ સફરને લીધે ભારતની ખુદની સમાનવ ઉડાનની મહત્ત્વાકાંક્ષાને વેગ મળ્યો છે. તમામ અવકાશયાત્રીઓ ર6 જૂને એકિસયમ મિશન-4 હેઠળ ભારતીય સમયાનુસાર બપોરે 4:01 કલાકે આઈએસએસ પહોંચ્યા હતા. પૃથ્વી પર પરત ફરેલા લખનઉના શુભાંશુ અને અન્ય અવકાશયાત્રીઓએ 10 દિવસ આઈસોલેશનમાં રહેવું પડશે. તેમના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવશે. ભારતીય વાયુદળના ગ્રુપ કેપ્ટન શુભાંશુના માતા-પિતાએ લખનઉમાં રહીને ટીવી ક્રિન પર પુત્રની વાપસી જોઈ હતી. વર્ષ 1984 બાદ અંતરિક્ષમાં જનારા શુભાંશુ બીજા અવકાશયાત્રી છે. 41 વર્ષ પહેલાં સોવિયેત યુનિયનના અવકાશયાનમાં ભારતના રાકેશ શર્માએ 1984માં અંતરિક્ષની યાત્રા કરી હતી. મિશન સફળતાપૂર્વક પૂર્ણ થતાં જરૂરી ઔપચારિકતા બાદ શુભાંશુ શુકલા 17 ઓગસ્ટ સુધીમાં ભારત પરત ફરે તેવી સંભાવના છે. 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગ, સાત ભારતના આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ખાતે મિશન દરમિયાન શુભાંશુએ 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગમાં ભાગ લીધો હતો, જેમાં ભારતના 7 પ્રયોગ સામેલ છે. તેમણે અવકાશમાં મેથી અને મગના દાણા પણ ઉગાડયા હતા. સ્પેસમાઈક્રોએલ્ગી પ્રયોગમાં ભાગ લીધો, ઉપરાંત અવકાશમાં હાડકાંઓ પર થતી અસરો પર પ્રયોગ કર્યા હતા. ઈન્ડિયન એરફોર્સમાં ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુકલાએ આ મિશનમાં મેળવેલા અનુભવ ભારત માટે ખૂબ ઉપયોગી બની રહેશે. 2027માં લોન્ચ થશે મિશન ગગનયાન ભારત માટે શુભાંશુનું આ મિશન ઘણું મહત્ત્વનું હતું. કારણ કે, ભારતનું પહેલું માનવ અવકાશ મિશન ગગનયાન 2027માં પ્રસ્તાવિત છે. જેનો ઉદ્દેશ ભારતીય અવકાશ યાત્રીઓને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મોકલવાનો અને તેમને સુરક્ષિત પરત લાવવાનો છે.

Panchang

dd