ગાંધીધામ, તા. 15 : કંડલામાં
સી બર્ડ ગોદામ પાછળ જુગાર રમતા ચાર શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 3140 જપ્ત કર્યા હતા. કંડલામાં આવેલા સી બર્ડ ગોદામ પાછળ
અમુક શખ્સો જુગાર રમી રહ્યા હતા તેવામાં પોલીસ આવી હતી અને કાદર ઇસા કકલ, લક્ષ્મણ બાબુ ગોસવી, અકબર હાજી ચૌહાણ અને જિગર કનૈયાલાલ
પ્રજાપતિ નામના શખ્સોને ઝડપી પાડયા હતા. પકડાયેલા આ લોકો પાસેથી રોકડ રૂા. 3140 જપ્ત કરાયા હતા. કોઇ પાસેથી મોબાઇલ મળ્યા ન હતા.