લંડન, તા. 1પ
: લોર્ડસ ટેસ્ટની 22 રનની હાર બાદ ભારતીય કપ્તાન શુભમન
ગિલે પહેલા દાવમાં રિષભ પંતના રનઆઉટ થવાને ટર્નિંગ પોઇન્ટ ગણાવ્યો હતો. પંત 74 રને રનઆઉટ થયો હતો અને રાહુલ સાથેની સદીની ભાગીદારીનો
અંત આવ્યો હતો. આથી ભારત સરસાઇથી વંચિત રહ્યંy હતું.
મેચ પછી ભારતીય કપ્તાન ગિલે જણાવ્યું કે, મને ટીમ પર ગૌરવ છે. કોઇ પણ ટેસ્ટ
આટલી રોમાંચક ન હોઈ શકે. પાંચ દિવસ સુધી મુકાબલો ચાલ્યો. આખરી સત્રમાં આખરી વિકેટ પડયા
પછી ફેંસલો આવ્યો. અમારી ટીમે જે પ્રકારે જુસ્સો બતાવ્યો એથી હું ખુશ છું. 181 દડામાં 61 રનની
અણનમ અને લડાયક ઇનિંગ્સ રમનાર જાડેજા વિશે કપ્તાને કહ્યંy કે, તે ઘણો અનુભવી ખેલાડી છે. અમે તેને
કોઇ સંદેશ મોકલ્યો ન હતો. બસ અમે એટલું જ ઈચ્છતા હતા કે નીચેના ક્રમના ખેલાડી જેટલો
બને તેટલો તેનો સાથ આપે. આ તકે ગિલે સ્વીકાર્યું કે ચોથા દિવસના અંતિમ તબક્કામાં અમે
4 વિકેટ ગુમાવી મુશ્કેલી સર્જી હતી.
તમારા ટોચના ક્રમમાં ભાગીદાર ન થાય એટલે પછીથી ચીજો આસાન બનતી નથી. લક્ષ્યાંક બહુ મોટો
ન હતો. એક પ0 રનની ભાગીદારીની જરૂર હતી, પણ ઇંગ્લેન્ડે યોજનાબદ્ધ રીતે બોલિંગ કરી. પંતનું રનઆઉટ થવું મેચનો ટર્નિંગ
પોઇન્ટ ગણાવ્યો હતો. આથી અમે 80-100 રનની
સરસાઇ મેળવી શક્યા ન હતા. વિકેટકીપર પંતની
આંગળીની ઇજા વિશે કેપ્ટન ગિલે કહ્યંy કે
તેની ઇજા બહુ ગંભીર નથી. 23 જુલાઇથી
શરૂ થતી માંચેસ્ટર ટેસ્ટ અગાઉ તે ફિટ થઇ જશે. પંત 6 ઇનિંગ્સમાં
70.83ની સરેરાશથી 42પ રન કરી ચૂક્યો છે.