• બુધવાર, 16 જુલાઈ, 2025

જવાહરનગરની વાજબી ભાવની દુકાનમાં ગેરરીતિ સબબ 2.50 લાખનો દંડ

ભુજ, તા.15 : તાલુકાના જવાહરનગરમાં વાજબી ભાવના દુકાનદારને ગેરરીતી સબબ રૂ.2,49,494નો દંડ તથા ભુજમાંથી ઝડપાયેલો 4.50 લાખનો અનઅધિકૃત ડિઝલનો જથ્થો રાજ્યસાત કરવામાં આવ્યો છે. જવાહરનગર ખાતે આવેલી વ્યાજબી ભાવની દુકાનના દુકાનદાર શ્રીમતી સુશીલાબેન લક્ષ્મીચંદ શાહની દુકાનની આકસ્મીક તપાસણી હાથ ધરવામાં આવતાં તપાસણી દરમ્યાન ઘઉંના જથ્થામાં 178 કિગ્રા, ચોખામાં 409 કિગ્રા, તુવેરદાળમાં 572 કિગ્રા તથા ચણામાં 844 કિગ્રા જેટલી ઘટ જણાઈ આવતા દુકાનદારને રૂા.2,49,494નો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભુજના જયનગર પાટીયા પાસેથી પકડાયેલું ઈશ્વરાસિંહ લાધુભા સોઢાનું ટેન્કર જેમાં અનઅધિકૃત રીતે 5000 લીટર ડીઝલને સીઝ કરવામાં આવ્યું હતું. આ સીઝર જથ્થા કિંમત રૂા.4,50,000/- રાજ્યસાત કરી સરકારના નિયત સદરે જમા કરાવવા હુકમ કરવામાં આવ્યો હોવાનું માહિતી ખાતાની યાદીમાં જણાવાયું છે.

Panchang

dd