ગાંધીધામ, તા.
30 : અંજારમાં દબડા રોડ
ઉપર વિજ તપાસમાં ગયેલા બે કર્મીઓને માર મરાયો હોવાનો બનાવ સપાટી ઉપર આવ્યો હતો. પરંતુ
આ અંગે પોલીસ ચોપડે ફરિયાદ ચડી નહોતી. અંજારના
દબડા રોડ ઉપર આજે વિજકર્મીઓ તપાસમાં ગયા હતા જ્યાં એક ઈમારતમાં વિજ મીટરમાં અજુગતું
જણાતા મીટર ઉતરાવી લેવાયું હતું. બાદમાં અમુક શખ્સોએ વિજકર્મીઓને ઈમારતમાં પુરી દીધા
હતા અને ત્યારે મીટર પાછું લગાવાયું હતું ત્યારે તેમને જવા દેવાયા હોવાનું જાણકાર સૂત્રોએ
જણાવ્યું હતું. આ મુદે નારાજ થયેલા વિજકર્મીઓ અંજાર પોલીસ મથકે ગયા હોવાનું પણ જાણવા
મળ્યું હતું. પરંતુ મોડેક સુધી બનાવ અંગે કોઈ ફરિયાદ ચોપડે ન તડતાં અનેક તર્કવિતર્ક
વહેતા થયા હતા.